સુરતના તબીબે તલાલાના જંગલમાં વૃદ્ધાનું બંધ હૃદય 12 મિનિટમાં ધબકતું કર્યું, ચાલુ બાઇકે અટેક આવતાં નીચે પટકાયાં હતાં
સુરત શહેરના ડો.રાજેશ પ્રજાપતિ પોતાનાં માતા-પિતા સાથે સોમનાથ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે સાસણગીર અને તલાલા વચ્ચે તેમની નજર બાઈક પર પસાર થઈ રહેલાં વૃદ્ધ દંપતી પર પડી હતી. દંપતી પૈકી પત્નીને ચક્કર આવી રહ્યાં અને તેઓ પરસેવે રેબઝેબ થઈ બાઈક નીચે પટકાયાં હતાં. પડતાંવેંત જ તેઓ બેભાન થયાં હતાં અને તેમનું હૃદય સંપૂર્ણ બંધ થઈ ગયું હતું. તેમણે એક પળનો વિલંબ કર્યા વિના પોતાની ગાડી અટકાવી વૃદ્ધ મહિલા પાસે દોડી ગયા હતા અને પોતે તબીબ હોવાની ઓળખ આપી સારવાર શરૂ કરી હતી.
વૃદ્ધ મહિલાને જંગલના રસ્તા પર નીચે સુવાડી દઈ સીઆરઆર (કાર્ડિયો પલ્મેનરી રેસ્યૂકેશન) આપવાનું ચાલુ કર્યું હતું, જેમાં તબીબે બંને હાથો વડે કાર્ડિયાક મસાજ આપી પોતાનો રૂમાલ વૃદ્ધાના મોઢા પર મૂકી શ્વાસોશ્વાસ આપ્યા હતા અને લગભગ 10થી 12 મિનિટના સીઆરઆર પછી વૃદ્ધાનું હૃદય ચાલુ થઈ ગયું હતું. આ અંગે તેમણે જણાવ્યું હતું કે કોઈપણ દર્દીને અચાનક હાર્ટ-અટેક આવે ત્યારે મસાજ અને શ્વાસોશ્વાસ આપવા એ બેઝિક લાઈફ સપોર્ટ પ્રક્રિયા કહેવાય છે. કોઈપણ પ્રકારનાં મેડિકલ સાધનોના ઉપયોગ વિના દર્દીની સારવાર કરી શકાય છે. પ્રત્યેક નાગરિક જો આ પ્રક્રિયા શીખે તો વધુમાં વધુ લોકોનો જીવ બચાવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..