કાળા જાદૂથી ખજાનો મેળવવા માનવ બલિ આપવા માટે ડોક્ટર પતિએ પત્નીની હત્યા કરી નાખી, 9 મહિના બાદ ચોંકાવનારો ધડાકો થતાં પતિની ધરપકડ
કર્ણાટકમાંથી ડોક્ટર પતિએ ઈન્જેક્શન આપીને પત્નીની હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટર હોવા છતાં પતિ કાળા જાદૂમાં વિશ્વાસ કરતો હતો. અને કાળા જાદૂગરોએ તેને ખજાના માટે માનવ બલિ આપવા માટેની સલાહ આપી હતી. જે બાદ તેણે પત્નીને ઈન્જેક્શનના ઓવરડોઝ આપીને હત્યા કરી દીધી હતી. જો કે, ફોરેન્સિક તપાસમાં ડોક્ટરની કરતૂત પકડાઈ ગઈ હતી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે,પત્નીની હત્યાના 9 મહિના બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કર્ણાટક જિલ્લાના ન્યામતી તાલુકાના રામેશ્વરા ગામમાં રહેતાં 45 વર્ષીય ડોક્ટર ચન્નકેશપ્પા એક અમીર જમીનદાર હતો, એટલું જ નહીં તેને દારૂ પીવાની પણ કૂટેવ હતી. તે કેસિનો અને જુગાર પણ રમતો હતો. આ ઉપરાંત તે કાળા જાદૂમાં વિશ્વાસ પણ કરતો હતો. અને જેથી તે કાળા જાદૂગરોના સંપર્કમાં પણ હતો. કાળા જાદૂગરોએ તેને ખજાનો મળશે તેવી સલાહ આપી હતી. પણ આ ખજાના માટે તેને માનવ બલિ આપવી પડશે તેવી વાત પણ કાળા જાદૂગરોએ કરી હતી.
ખજાનાની લાલચમાં આવીને ડોક્ટર પતિએ માનવ બલિ આપવાનું નક્કી કર્યું હતું. અને આ માનવ બલિ માટે તેણે પોતાની પત્નીની હત્યા કરી દીધી હતી. ડોક્ટરની પત્ની શિલ્પા લો બ્લડ પ્રેશરની દર્દી હતી. જે બાદ તેણે શિલ્પાને ઈન્જેક્શનના ઓવર ડોઝ આપી દીધા હતા. જેને કારણે શિલ્પા ખુબ જ બીમાર થઈ ગઈ હતી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પણ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ઈન્જેક્શનના ઓવરડોઝને કારણે શિલ્પાએ દમ તોડી દીધો હતો. આ ઘટના 11 ફેબ્રુઆરીની છે.
જો કે, શિલ્પાના શંકાસ્પદ મોત અંગે શિલ્પાના માતા-પિતાને દાળમાં કાંઈક કાળું હોવાની ગંધ આવી હતી. અને આ મામલે તેઓએ શિલ્પાની હત્યા થઈ હોવાની આશંકા રાખી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે શિલ્પાના મોત મામલે તપાસ શરૂ કરી હતી. જો કે, પોલીસની પ્રારંભિક તપાસમાં ડોક્ટરની સામે કોઈ પુરાવા મળ્યા ન હતા. જે બાદ પોલીસે ફોરેન્સિક લેબોરેટરીની મદદ લીધી હતી. અને ફોરેન્સિક લેબના રિપોર્ટમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, ઈન્જેક્શનનો ઓવરડોઝ આપવાને કારણે શિલ્પાનું મોત થયું હતું. બાદમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..