તમને પણ છે નખ ખાવાની આદત? આટલું કરશો તો છુટી જશે આદત
નખને ચાવવાની આદત મોટાભાગના લોકોને હોય છે. સામાન્ય રીતે આ આદત ક્યારેક ક્યારેક સ્ટ્રેસનું કારણ પણ બની રહે છે. ઘણા લોકોને આ આદત બાળપણથી હોય છે તો ઘણા લોકોને આ સ્ટ્રેસ થવાના કારણે લાગી હોય છે. એવામાં અમે તમારા માટે અમુક ઘરગથ્થુ ઉપયો લઈને આવ્યા છીએ જેનાથી નખ ચાવવાની આદતથી છુટકારો મળી શકે છે.
આ રીતે છોડો નખ ચાવવાની આદત
સૌથી પહેલી સારવાર તો એ છે કે તમે પોતાના નખને નાના રાખો. તેનાથી નખ ખાવાની આદત નહીં રહે. કારણ કે જ્યારે તમે નખ ખાવા જશે તે પહેલાથી જ નાના હશે. તેનાથી સંક્રમણ પણ નહીં થાય.
મેનીક્યોરની પ્રક્રિયામાં તેને સુંદર બનાવવામાં આવે છે જ્યારે તમારા નખ સુંદર હોય ત્યારે તમે તેને ખાવાનું ટાળશો. આવી રીતે તમે નખ ચાવવાથી બચી શકો છો.
આ આદતથી બચવા માટે તમે નખમાં ખરાબ સ્વાદની નેલપેન્ટ લગાવી શકો છો. તેનાથી પણ તમારી આદત છૂટી જશે. કારણ કે તેનાથી તમે જ્યારે નખ ચાવો છો તો તેનો ખરાબ સ્વાદ તમને આમ કરવાથી રોકવામાં મદદ કરે છે.
તમ પોતાના નખોમાં કોઈ નેલ એક્સેસરીઝનો ઉપયોગ કરી શકો છો. અથવા તમે કોઈ પણ બેન્ડેજથી તેને કવર કરી શકો છે. આમ કરવાથી નખ ચાવવાની આદત છૂટ જશે.
આ ઉપરાંત એ ઓળખવાનો પ્રયત્ન કરો કે કઈ સ્થિતિમાં તમને નખ ચાવવાની ઈચ્છા થાય છે. સાથે જ એવામાં તમારૂ ધ્યાન એ વસ્તુથી હટાવો કે તમારા નખ ચાવવાની આદત છૂટી જાય.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..