રોજ કરો આ 6 યોગાસન, થાઇરોઇડની સમસ્યાથી મળશે રાહત, જાણો અને શેર કરો

યોગના (Yogasana)કેટલાક શારીરિક અને માનસિક લાભ હોય છે જે શરીરના ઘણા રોગને દૂર કરી દે છે. તે હાઇપો કે હાઇપરથાયરાડિજ્મને ઓછું કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. તો ઘણા એવા યોગ આસન છે જેનાથી તમે થાઇરોઇડની (Thyroid) સમસ્યામાં રાહત મેળવી શકો છો.

સર્વાગસન

થાઇરોઇડ ગ્રંથિઓ માટે સૌથી પ્રભાવી આસન સર્વાગસન હોય છે. જેમા ખભાને ઉપર ઉઠાવવાના હોય છે. આમ કરવાથી પાવરફુલ પોશ્ચરના કારણે ગ્રંથિ પર દબાણ પડે છે. થાઇરોઇડ, સૌથી મોટી રક્ત આપૂર્તિકર્તા ગ્રંથિ હોય છે અને આ આસનને કરવાથી લોહીના પરિભ્રમણમાં સુધારો થાય છે.

મત્સ્યાસન

સર્વાગસન સિવાય તમે મત્સ્યાસન પણ કરી શકો છો. જેમા તમારે માછલીની જેમ પોઝ આપવાનો હોય છે. એટલે કે માછલીની જેમ બની જવાનું હોય છે. આ આસનને કરવાથી ગળામાં ખેંચાણ થાય છે અને થાઇરોઇડ ગ્રંથિ પર દબાણ પડે છે.

હલાસન

સર્વાંગસન અને મસ્ત્યાસન કર્યા બાદ હલાસન કરવાથી થાઇરોઇડ ગ્રંથિ માટે કરવામાં આવતા આસનોનું એક પેકેજ પૂરું થાય છે. આ ત્રણ આસન સૌથી મુખ્ય હોય છે. આ આસનમાં તમારે આ રીતે કરવાનું હોય છે જેમા તમે હળ ચલાવી રહ્યા છો. આમ કરવાથી તમારી ગરદન પર જોર પડે છે અને થાઇરોઇડ ગ્રંથિ પર દબાણ પડે છે.

વિપરીતકરણી

વિપરીતમો અર્થ થાય છે કે ઉંઘા અમે કરનીનો અર્થ થાય છે કે કોના દ્વારા.. વિપરીતકરની નામનું આ આસન, થાઇરોઇડ ગ્રંથિ માટે રામબાણ હોય છે અને તેમા સકારાત્મક સુધાર લાવે છે. જ્યારે તમારી ગરદન અને પીઠમાં કોઇ પ્રકારની પરેશાની હોય તો તે સમયે આ આસનનો અભ્યાસ ન કરવો જોઇએ. તમે આ આસન કરો છો તો કોઇ કુશળ શિક્ષકથી અવશ્ય સલાહ લો. પિરીયડ્સ દરમિયાન મહિલાઓએ આ આસનનો અભ્યાસ ન કરવો જોઇએ.

ઉષ્ટ્રાસન

ઉષ્ટ્ર એખ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ ઉંટ થાય છે. ઉષ્ટ્રાસનને અંગ્રેજીમાં કેમલ પોઝ કહેવામાં આવે છે. ઉષ્ટ્રાસન એક મધ્યવર્તી પાછળ ઝૂકવાનો યોગ આસન છે જે હૃદય ચક્રને ખોલે છે. આ આસનમાં ઉંટની જેમ ગરદનને કરવાની હોય છે.

ભુજંગાસન

ભુજંગ શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યા છે. ભુજંગનો અર્થ સર્પ થાય છે. જેથી ભુજંગ આસનને સર્પ આસન પણ કહેવામાં આવે છે. ભુજંગાસનને અંગ્રેજીમાં કોબરા પોઝ કહેવામાં આવે છે. આ આસનને ગરદનથી ખેંચાણ આવે છે અને થાઇરોઇડ ગ્રંથિ પર દબાણ પડે છે. દરેક આસનોમાં ભુજંગ આસન એક પ્રસિદ્ધ આસન છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો