સુરતની કંપનીએ કરી અનોખી પહેલ: દિવાળી ભેટ તરીકે કર્મચારીઓને આપ્યા ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો તેની પાછળનું કારણ
સુરત શહેરની એક કંપનીએ તેના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. દિવાળીની ભેટ તરીકે તેના કર્મચારીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર આપ્યા છે. કંપનીએ તેના કર્મચારીઓને 35 ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ભેટમાં આપ્યા છે. આ પ્રસંગે સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ હાજર રહ્યા હતા.
પેટ્રોલના ભાવ વધારાને ધ્યાને રાખી લીધો નિર્ણય
કંપનીના ડાયરેક્ટર સુભાષ ડાવરે જણાવ્યું કે પેટ્રોલના ભાવ છેલ્લા કેટલાક દિવસોથી વધ્યા છે. આ મુદ્દો માત્ર મીડિયા માટે હેડલાઇન્સ જ નથી પણ તેની અસર કંપનીની આર્થિક સદ્ધરતા પર પણ થાય છે. ત્યારે અમે નિર્ણય લીધો હતો કે એવા કર્મચારીઓ જે પેટ્રોલથી ચાલનારી બાઇક ચલાવી રહ્યા છે તેમને ઇલેક્ટ્રીક સ્કૂટર ગિફ્ટમાં આપીએ.
સુભાષ ડાવરે જણાવ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે તેઓ હંમેશાથી સભાન રહ્યા છે. કુદરતના સાનિધ્યમાં રહેવું તેમને પસંદ છે અને પર્યાવરણ સંરક્ષણ માટે દરેક સંભવ પગલા ઉઠવવાનો તેમનામાં જોશ છે. સુભાષ ડાવરના પુત્ર ચિરાગ ડાવર એમ્બ્રોડરી મશીનોનો વ્યવસાય કરે છે, ત્યારે તેમને પોતાના 35 કર્મચારીઓ કે જેઓ પેટ્રોલથી ચાલતી બાઈક લઇને આવતા હતા, તે તમામ કર્મચારીઓને ઇલેક્ટ્રીક સ્કૂટર દિવાળી ભેટ તરીકે આપ્યા છે. તેના પાછળનો ઉદ્દેશ એટલો છે કે તેઓ પેટ્રોલથી ચાલતા વાહનોનો ત્યાગ કરે.
કાર્યક્રમમાં સી.આર.પાટીલ રહ્યા હાજર
દિવાળીના શુભ દિવસે અલાયન્સ હાઉસ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ સાંસદ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કર્મચારીઓને ઇલેક્ટ્રીક સ્કૂટર ભેટ તરીકે આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..