દરેક સમાજની બહેન – દીકરીઓએ ખાસ સમજવા જેવી વાત..
દરેક સમાજ ની બહેન દીકરીઓએ સમજવા જેવી વાત..
પ્રેમ લગ્ન કરી ભાગી જતી દીકરીઓ તમારા બાપ ને કન્યાદાન અને પ્રેમ કરવાનો હક ના છીનવતી.
બાપ ની પોતાની દીકરીઓ માટે લાગણી ક્યારેય ઓછી નથી થતી એટલું યાદ રાખજો.
દીકરી એટલે લાગણીઓ નો ભંડાર , વાત્સલ્ય નો ખજાનો , સંવેદના નો સુર અને પ્રેમ નો એવો દરિયો કે જેનો કયારેય કિનારો જ નથી આવતો ..
દીકરી નો પ્રેમ પરિવાર ની દરેક વ્યક્તિ માટે દરિયા જેવો જ હોય છે. કેહવાય છે કે દીકરી હંમેશા પોતાના પપ્પા ની લાડકી હોય છે….. ભલે તે મમ્મી સાથે આખો દિવસ રહેતી હોય પણ પોતાના પિતા કયારે આવશે તે જ રાહ તે જોતી હોય છે …..
જયારે દીકરી નાની હોય છે ત્યારે તેના પપ્પા ઓંફિસ થી આવે ત્યારે દીકરી ભલે ને તેની ગમે તેવી બહેનપણી સાથે રમતી કેમ ના હોય તે ગમે ત્યાં થી આવી જાય છે અને કહે છે “પપ્પા આવિયા પપ્પા આવિયા ..” તેના આ ઉદગાર થી જ સમજાઈ જાય છે કે દીકરી ને તેના પિતા પ્રત્યે કેટલી લાગણી અને પ્રેમ છે.
અને આજ દીકરી જયારે સાસરે થી આવે છે ત્યારે આજ પિતા જેમ કે પાનખર માં વરસાદ નું આગમન થયું હોય તેમ અતિ લાગણીશીલ સ્વરે કેહતા હોય છે “અરે મારી દીકરી આવી ગઈ…… ” પિતા – અને દીકરી ના સંબંધ જ એવા છે કે તેમાં કોઈ પણ સ્વાર્થ વગર ની લાગણી હોય છે.
જયારે એક પિતા પોતાની દીકરી ને સાસરે વળાવે ત્યારે તે દીકરી ને અતિ ભાવુક અને છતા પણ આનંદ પૂર્વક વિદાય આપતા હોય છે..
દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે… એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે પણ, દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે…! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો? દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે… પણ, દીકરી પરણાવતી વખતે એ અચાનક તે ઘરડાં હોય તેવું તેમને લાગવા માંડે છે. દીકરા ના લગ્ન માં પિતા જાન માં નાચવાનું પણ ચુકતા નથી અતિ ઉત્સાહ ભેર પિતા દીકરાની જાન માં નાચતાં હોય છે પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ દીકરી ના લગ્ન માં પિતા મન મૂકી ને નાચ્યા હોય ?????? તો આનો જવાબ છે “ના” દીકરી ના લગ્ન માં પિતા પોતાની જાત ને વૃદ્ધ માનવા લાગે છે તેમને એવી લાગણી થવા લાગે છે જેમ કે મારા કાળજા ના કટકા ના શી રીતે મારા થી અળગો કરૂ ?? જેને નાનપણ થી ભણાવી , ગણાવી ….સમાજ માં પગભર કરી તેજ દીકરી ને આમ અચાનક વિદાય આપી દેવી હું કઈ રીતે આ વસમી વિદાય ને આનંદ માં ફેરવી શકું…….. છતાં પણ બધાં થી વધારે પિતા જ ખુશ હોય છે દીકરી ના લગ્ન માં દુખ તો એ વાત નું હોય છે હવે તે રોજ ની જેમ જીદ નહિ કરે અને પપ્પા….. પપ્પા એમ પ્રેમ થી હવે રોજ આ પ્રેમ ભરેલા ઉદગાર સાંભળવા નહિ મળે અને પાણી નો ગ્લાસ હવે દીકરી ના હાથ નો ખબર નહિ ક્યારે મળશે ?? ???? આટલું બધું દુઃખ પોતાના હર્દય માં હોય છે છતાં પણ પિતા ને એક વાત નું અભિમાન અને આનંદ હોય છે કે મારી દીકરી હવે પોતાનું ઘર સમ્ભાળી લેશે
પિતા વગર ની દીકરી ને પોતાના જીવન માં હમેશાં કંઈક ને કંઈક ખૂટતું હોય તેવો એહસાસ થયા કરે છે જયારે દીકરી વગર ના પિતા ને સતત ઘરમાં એક સમજુ વય્ક્તિ ની કમી લાગતી હોય છે.કારણ કે દીકરી ઘર ની સમજુ છતાં પણ એક સહનશીલ વ્યક્તિ કેહવાય છે.
પાંચ દીકરા નો બાપ હમેશા દુખી જ હોય છે પરંતુ પાંચ દીકરી ઓ નો બાપ કયારેય પણ દુખી હોતો નથી. તેને ગમે ત્યાં થી એ મળી જ જાય છે . દીકરી ને આપવા માટે દીકરી વિશે પ્રાચીન કાળ થી ચાલ્યું આવ્યું છે કેહવાય છે જો રાવણ ને એક દીકરી હોત તો એને સીતા નું હરણ ના કર્યું હોત. દીકરી એને કેહવાય જે બીજા ના ઘરમા જએઈ ને દીવો કરે એને દીકરી કેહવાય.
આજે દરેક સમાજ ની બહેન દીકરીઓએ આ વાત ખા સમજવા જેવી છે…