દીકરી બચાવો અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરી સમસ્ત પટેલ સમાજનું ગૌરવ વધારનાર હિતેષભાઈ પટેલ (કોટડિયા સાહેબ)
સમય સાથે સમાજ બદલાય છે. રિવાજો અને કુરિવાજોમાં માનવી, અટવાય છે. આજે આપણો સમાજ એજ્યુકેટેડ ભલે થયો હોય, પણ કુરિવાજોના નાગચૂડમાં ફસાતો જાય છે. આજે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે, આજે આ સમાજમાં દીકરા-દિકરીઓની સંખ્યામાં ખાસ્સો ફરક જોવા મળી રહ્યો છે. કારણ કે સ્ત્રી-ભૃણ હત્યા જેવાં મહા ભયંકર રાક્ષસે માથું ઉંચકયું. થોડા વર્ષોમાં તો સમાજમાં એટલી બધી વિષમતા સર્જાઈ ગઈ કે, દીકરાઓ માટે વહુ લાવવા માટે કઠિન પરિસ્થિતિ નિર્માણ થઈ. ઘણાં દીકરાઓને તો વાંઢા રહેવાનો વારો આવ્યો છે. આજે પણ દીકરો પરણાવવો એ એના માઁ-બાપ માટે માથાનો દુઃખાવો બની ગયો છે. કારણ કે દિવસેને દિવસે દિકરીવાળાની ડીમાન્ડ વધતી જાય છે. ઘરનું મકાન, જમીન, સારો ધંધો કે સરકારી નોકરી આવા ઓશન દિકરીવાળા માઁ-બાપ મૂકી રહ્યા છે.
આવા કપરાં સમયે લેઉવા પટેલનું હીર અને મોટા વડાળાના વતની એવાં હિતેષ પટેલ (કોટડિયા સાહેબ) તેમને એક વિચાર સ્ફર્યો “ દીકરી રથના માધ્યમથી જાગૃતિ કેમ ન લાવી શકાય ?” આ વિચારે દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોટા વડાળા ટ્રસ્ટની સ્થાપના કરી. અત્યારે આ ટ્રસ્ટ દ્વારા ઘણી ગરીબ દીકરીઓને દતક લેવામાં આવી છે. હિતેષ પટેલ (કોટડિયા સાહેબ), અરવિંદભાઈ ગજેરા અને સુરત સ્થિત ભરત કોટડિયા અને એની ટીમ દ્વારા તા. ૪/૮/૨૦૧૮ના રોજ ગુજરાતભરમાં ૧૮૦૦૦ ગામડાઓમાં ફરી દીકરી બચાવવાના અભિયાનના ભાગરૂપે દીકરી રથનું સૌપ્રથમ ભેંસાણ તાલુકાના રાણપુર ગામેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. દીકરીઓને ઘરમાં લક્ષ્મીનું સ્થાન મળે તેવા હેતુ સાથે રથમાં ખોડિયાર માતાજીની આરતી સાથે દીકરીની આરતી ઉતારી તેમને પારણે ઝુલાવવામાં આવે છે. તેમજ ગામમા જેમના ઘરે બે કે તેથી વધુ દીકરીઓ હોય, તેવાં માઁ-બાપનું સન્માન કરવામાં આવે છે. તથા વિશેષ પ્રતિભા ધરાવતા વિધાર્થીઓનું સન્માન કરવામાં આવે છે.
હિતેષભાઈ દીકરી બચાવો અભિયાનને સમાજના છેવાડાના ઘર સુધી પહોંચાડવા માટે સમાજ સેવાનો ભેખ લઈ o૫ દિવસથી ઘર છોડીને ચાલી નીકળ્યા છે. આજની તારીખ એટલે કે ર૦/૧૦/ર૦૧૮ના રોજ દીકરીરથ સૌરાષ્ટ્રના સાત તાલુકાઓમાં ૩ર ગામડાંમાં પરિભ્રમણ કરી ચૂકયો છે. તથા ૩ર દીકરીઓ આ રથમાં પારણે ઝૂલી છે. દીકરીરથને તમામ ગામો દ્વારા ઉમળકાભેર વધાવી તેનું સામૈયુ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મિડિયાની ૪૦થી વધુ ચેનલોએ પોતાના માધ્યમથી આ રથયાત્રાને લોકોના ઘરઘર સુધી પહોંચાડી છે. ન્યુઝ મિડિયા દ્વારા ન્યુઝપેપરોએ પણ આ દીકરીરથનું કવરેજ લઈ દીકરી બચાવો અભિયાનમાં પ્રાણ પૂર્યા છે. આ અભિયાનને સફળ બનાવવા માટે હિતેષભાઈના ભાઈ સંદીપભાઈ કોટડિયા તથા ભરત કોટડિયાએ ભારે જહેમત ઉઠાવી છે. હાસ્ય કલાકાર બીપીન કાકડિયા તેમજ તમામ ગુજરાતવાસીઓએ અભિયાનને યોગ્ય સહકાર આપી જીવંત રાખ્યું છે.
– ભરત કોટડિયા-સુરત.
આવા ઉમદા કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો..