પુત્રને ભણાવવા ગરીબ બાપ પોતાની કિડની વેચવા તૈયાર થયા
પુત્રને આગળ ભણાવવા એક “મજબૂર” ગરીબ બાપ પોતાની કિડની વેચવા પણ તૈયાર છે. આ કોઇ કાલ્પનીક કથા કે કોઇ નોવેલની કે ફિલ્મની વાત બીકલુક નથી થઇ રહી. આ એક સત્યઘટના છે. ગુજરાતનાં જ નવસારીના વાંસદા તાલુકાનાં ઉપસળ ગામની આ વાત છે. જ્યાં રહતા જયેશભાઈ પટેલ અને તેનો પરિવારમાં જયેશભાઈ પોતે ગ્રેજ્યુએટ છે. પણ આંખોની રોશની છીનવાઈ જતાં તેઓ કોઈ કામ કરવા સક્ષમ નથી. આમ છતાં તેમણે પત્ની સાથે મળી તેના પુત્ર સાહિલને ભણાવવાનું નક્કી કર્યુ. પુત્રએ પણ માતા-પિતાની મહેનત જોઈ ભણવામાં મહેનત કરી અને હાલમાં જ ધોરણ 10માં 90.57 પર્સન્ટાઈલ સાથે મોટી વાલઝરની હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો.
સાહિલની ઈચ્છા આગળ ભણી ડૉક્ટર બનવાની છે. માતા-પિતાને સુખી કરવાની છે. પણ પુત્રને ભણાવવા લાચાર માતા-પિતા પાસે પૈસાની સગવડ નથી. અને આજકાલનાં ખર્ચાળ ભણતરની તો વાતજ શી કરવી. રોજ પુત્રની આંખોમાં મરતાં સપના જોઈ પિતાએ નક્કી કર્યુ કે પોતેની કિડની વેંચીને પણ પુત્રને ભણાવવો. અત્યારે જયેશભાઈ પટેલ એવા વ્યક્તિની શોધમાં છે જે કિડનીના બદલામાં તેમને પૈસા આપી શકે. દિવ્યાંગ પિતા અને મજૂરી કરતી માતાની આવી લાચારી જોઈ પુત્રને આગળ ભણવાની ઈચ્છા નથી.
ગુજરાતી ન્યૂઝ ચેનલ મંતવ્ય ન્યૂઝે જ્યારે આ પરિવારનો સંપર્ક કર્યો તો જયેશભાઈએ કિડની વેંચવાની વાત કરી. પણ સાહિલ કહે છે કે તેના માટે પિતા કિડની વેંચે તે વાત તેને મંજૂર નથી. તેણે ડૉક્ટર બનવાનું માંડી વાળી કોઈ અન્ય કામ કરવાનું નક્કી કર્યુ છે. પણ તેના પિતા માનવા તૈયાર નથી. આખી જિંદગી પુત્રને કામ ન આવી શકવાની લાચારીથી પીડાઈ રહેલા પિતા હવે જિંદગી જોખમમાં મૂકી કિડની વેંચીને પણ પુત્રને ડોક્ટર બનાવવા કટિબદ્ધ છે.
જો સરકાર, કોઈ સામાજિક સંસ્થા કે આર્થિક સદ્ધર વ્યક્તિ આ પરિવારની મદદ કરે તો એક આશાસ્પદ યુવાનની જિંદગી સુધરી શકે છે. એક દિવ્યાંગ પિતા કિડની વેંચવાનું માંડી વાળી શકે છે. એક મજૂર માતાને હાશકારો થઈ શકે છે. અમારી તમને અપીલ છે કે આ પરિવારની મદદ કરો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આ પરિવારને રાહત આપી શકે છે.
To Help Contact Directly On 8469849885
વધુમાં વધુ શેર કરો અને હેલ્પ કરવા માગતા હોય તે નંબર આપેલો છે એમાં વાત કરી શકો..