પ્રેમ અને આકર્ષણ વચ્ચે શું ફરક હોય છે?
અહીં હું સાચો પ્રેમ અને આકર્ષણ ની વાત કરવામાં માંગુ છુ. તો હું એક વાત જરૂર બતાવીશ કે આજે સાચા પ્રેમ ની કોઈ કિંમત નથી અને આકર્ષણ ની કિંમત બહુ જ છે તો પણ બધા એમ જ કહે છે કે આ જમાનામાં સાચો પ્રેમ નથી મળતો. ગજબની વાત છે પણ સમજવા વાળા સમજી જશે આજે હું સાચા પ્રેમ અને આકર્ષણ વિશે સમજાવવા માગું છું.
સાચો પ્રેમ અને આકર્ષણ માં ઘણો બધો ફર્ક છે આકર્ષણ તરત જ થઈ જાય છે જેમ કે કોઈ સુંદર છોકરી તમારી સામે આવી ગઈ એની સુંદરતા જોઈને તમે એનામાં મોહિત થઈ ગયા એને આકર્ષણ કહેવાય કે પહેલી નજરમાં તમને એ પસંદ આવી ગઈ અને બધા એને શું કહે છે કે પહેલી નજરનો પ્રેમ પણ એક આકર્ષણ જ કહેવાય. એની સુંદરતા જોઈને તમે એને પસંદ કરવા લાગો છો.
તમને એનો બોલવાનો વ્યવહાર સારો લાગી જાય છે તમને એ પણ ખબર છે કે તમને એનામા આ સારું લાગી ગયુ તો આ એક આકર્ષણ જ કહેવાય. આ જેટલું જલ્દી થઈ જાય છે કે તમને ખબર પણ નથી પડતી કે આકર્ષણ છે કે પ્રેમ થઈ ગયો પણ વાસ્તવિક માં જ્યારે પ્રેમ થાય છે જ્યારે તમને ખબર જ નથી પડતી કે તમને એનાથી પ્રેમ થયો છે. પ્રેમ ધીરે-ધીરે થાય છે બધી રીતે એનામાં મળી જાઓ છો તમને એ પણ ખબર નથી કે તમને એનામાં શું પસંદ છે.
જો એને વિચારવા બેસીએ તો એની બધી વસ્તુ સારી લાગે તમને એના સારા લાગવા પાછળ કોઈ ચોક્કસ કારણ નથી મળતું. બસ એની બધી વસ્તુ એના માં સારી લાગે છે આને પ્રેમ કહેવાય પ્રેમનો અર્થ એ છે કે તમે તમારી છબી ને એનામાં દેખો છો પોતાના કરતાં પણ વધારે એની ચિંતા કરો છો તો આ સાચો પ્રેમ છે. આકર્ષણમાં ધીરે ધીરે આ બધું ઓછું થતું જાય છે તમે ઘણા બધા સંબંધમાં જોયું છે કે તેમાં કોઇ રસ નથી રહેતો કેમ કે આ માત્ર આકર્ષણ હતું પણ પ્રેમ સંબંધ બાંધ્યા પછી પ્રેમ વધુ થાય છે કોઈ દિવસ ઓછો નથી થતો.
જેવી રીતે તમને જલ્દી આકર્ષણ થઈ જાય છે એટલે જ જલ્દી એ આકર્ષણ પૂરું પણ થઈ જાય છે એનાથી પણ સારી છોકરી બીજી મળી ગઈ તો એવું પણ થાય છે કે તમારું ધ્યાન એના માંથી હટી ને બીજામાં લાગી જાય છે એનો મતલબ એવો કે તમારું આકર્ષણ બદલાઈ ગયું. પણ જો એક વખત પ્રેમ થઈ જાય તો તમારી બાજુમાં કોઈ સુંદર પરી જેવી છોકરી બેસાડી દેવામાં આવે તો પણ તમને એ સુંદર નહિ લાગે કેમકે તમારો પ્રેમ કોઈ બીજો છે.
એટલે દુનિયાની સૌથી સુંદર છોકરી તમારા માટે એ જ હશે આકર્ષણ થઈ ગયા પછી તમે એ વ્યક્તિને જલ્દી સરળતાથી ભૂલી જાઓ છો પણ જો એક વખત પ્રેમ થઈ જાય તો એ વ્યક્તિ ને ભૂલી તમારા માટે ખૂબ જ મુશ્કેલ છે. આકર્ષણમાં તમે એના અવાજની પસંદ કર્યો છે તમને એનો અવાજ સાંભળવો બહુ જ ગમે છે. તમે વધુ પડતું એનાથી વાત કરશો પણ થોડા સમય પછી તમે એનાથી સંતુષ્ટ થઇ જશે કે તમે એનો અવાજ અવાજ ઘણીવાર સાંભળી લીધો છે બસ ત્યાં તમારું આકર્ષણ પૂરું થઈ ગયું.
ઘણીવાર છોકરા છોકરી જાતીય સુખનુ પણ આકર્ષણ થઈ જાય છે કે ખૂબ જ સુંદર છોકરી છે અને અહી આકર્ષણ પૂરું પણ પ્રેમ આ નહીં થાય પ્રેમ એને એક કિસ કરીને તમારું આકર્ષણ નહીં તમારો પ્રેમ વધે છે. એકબીજાની વધુ નજીક આવ્યા પછી પણ તમારો પ્રેમ વધે છે. જો સાચા પ્રેમ ના હોય તો આ બધું તમને વધુ નજીક લાવે છે પ્રેમમાં જો કિસ, જાતિય સુખ થાય તો સારી વાત છે કેમકે તે વધુ નજીક આવે છે પણ જો આકર્ષણમાં તમે આવું કરશો તો તમારે રિલેશન ત્યાં જ પૂરો થઈ જશે.
પ્રેમમાં એવું થાય છે કે તમે ધીમે ધીમે એકબીજામાં ભળી જાઓ છો અને આ બધું તમને પણ ખબર નથી હોતી બીજાને તો ખબર પડી જાય છે કે તમે આ વ્યક્તિના પ્રેમમાં છો. કેમ તમને ખબર પડી કે એ વ્યક્તિ જ્યારે તમે પ્રેમ કરો છો એ તમારાથી દૂર જતો રહે કે તમારે બંનેને બ્રેકઅપ થઈ જાય વાતો બંધ થઈ જાય ત્યારે તમારી જે હાલત થાય છે તમારી જે તડપ થાય છે એ તમને પણ ખબર નથી હોતી કે મને આ શું થાય છે કંઈ ખબર નથી પડતી કદાચ આ અહેસાસ થાય છે કે મને આ વ્યક્તિથી ખૂબ જ પ્રેમ થઈ ગયો છે.
આકર્ષણ તમારા શરીર અને મનની ઇન્દ્રિય ના લીધે થાય છે એની ભૂખના લીધે થાય છે એ વાત કરીએ તો એ તમારા પ્રેમના લિધે થાય છે અને તમારા દિલની સંતોષ ક્યારેય નથી થતો પણ તમારી ઇન્દ્રિયો બહુ જ જલદી સંતુષ્ટ થઈ જાય છે એટલે લવ unconditional થાય છે એને કોઈ condition નથી જેમ કે એક માતાના પેટમાં એક બાળક હોય છે કે જેને ખબર નથી કે આ છોકરો છે કે છોકરી તોપણ તેની સંભાળ કરે છે ખાવા પીવાથી માંડી બધી વાતોમાં એનું ધ્યાન રાખે છે કેમકે ખરેખરમાં એ એને પ્રેમ કરે છે બસ આવી જ રીતે તમને ખબર પડી ગઈ હશે કે સાચો પ્રેમ અને આકર્ષણ કોને કહેવાય.