ભાવનગરના હીરા કારખાનેદાર આખા સ્ટાફને કાશ્મીર ફાઇલ્સ જોવા લઇ ગયા, જાણો વિગતે..

વર્ષ 1990માં જમ્મૂ-કશ્મીરમાં કાશ્મીરી પંડિતો પર કરવામાં આવેલા અત્યાચાર અને તેમને કાઢી મુકવાની પીડા દર્શાવતી ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચામાં છે અને 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયા પછી પણ વધારે ચર્ચામાં આવી છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખાસ્સી વાયરલ થઇ રહી હતી જેમાં લખ્યું છે કે દરેક કારીગર ભાઇઓને જણાવવાનું કે કાશ્મીર ફાઇવ્સ ફિલ્મ જોવા માટે ટીકીટના રૂપિયા ઓફીસમાંથી આપવાં આવશે. નીચે નામ લખ્યું હતું રામભાઇ ડાભી.

આ પોસ્ટ વાયરલ થયા પછી આ વ્યકિત સુરતના હીરા કારખાનેદાર હોવાની ચર્ચા શરૂ થઇ હતી, રામભાઇ ડાભી ભાવનગરના હીરા કારખાનેદાર છે. અમે ફોન કરીને રામભાઇ સાથે વાત કરી તો રવિવારે બપોરનો શોમાં તેઓ આખા સ્ટાફ સાથે કાશ્મીર ફિલ્મ જોવા થિયેટરમાં ગયા હતા.

રામભાઇ ડાભીએ કહ્યું કે હું ભાવનગરમાં હીરાની 5 ઘંટી ચલાવું છું અને મારું પોતાનું કારખાનું છે. અમે તેમને પુછ્યુ કે કાશ્મીર ફાઇન્સ ફિલ્મ માટે આખા સ્ટાફને તમે ટિકીટના રૂપિયા ચૂકવ્યા તેની પાછળનું કારણ શું? તો રામભાઇ ડાભીએ કહ્યું કે 1990માં કાશ્મીરી પંડિતો પર અત્યાર થયેલા તેના વિશે થોડી જાણકારી હતી અને ટ્રેલર જોયા પછી થયું કે આ ફિલ્મ જોવા જેવી લાગે છે.

રામભાઇ ડાભીએ કહ્યું કે શુક્રવારે લાસ્ટ શોમાં હું અને મારો મિત્ર થિયેટરમાં કાશ્મીર ફાઇલ્સ જોવા માટે ગયા હતા અને રાત્રે ઘરે આવ્યો તો ઉંઘ જ નહી આવી. કારણકે ફિલ્મમાં જે વાસ્તવિકતા દર્શાવી છે તે જાણેલી વાત કરતા અનેક ઘણી વધારે લાગી. તેમણે કહ્યું કે અમે થિયેટરોમાં રીતસરના લોકોને રડતા જોયા હતા. ઇવન અમારી આંખોમાંથી પણ આંસૂ આવી ગયા હતા કે કાશ્મીરી પંડિતો સાથે આટલો બધો અત્યાચાર કરવામાં આવ્યો હતો.?

રામભાઇ ડાભીએ કહ્યું કે બીજા દિવસે સવારે કારખાને ગયો હતો તો સ્ટાફમાં બધાએ પુછ્યું મામા ફિલ્મ કેવી લાગી? રામભાઇએ કહ્યું કે કારખાનામાં બધા મને મામા કહીને બોલાવે છે. મેં તેમને કોઇ જવાબ ન આપ્યો પણ પછી નક્કી લીધું કે આખા સ્ટાફને મારા ખર્ચે ફિલ્મ બતાવવી છે એટલે કારખાનામાં બોર્ડ મારી દીધું હતું.

રામભાઇએ કહ્યુ કે રવિવારે મારા કારખાનના લગભગ 25 કારીગરો સાથે ફરી એકવાર કાશ્મીર ફિલ્મ જોવા માટે થિયેટરમાં આવ્યો છું અને એ જ લાગણીસભર દ્રશ્યો આજે પણ થિયેટરમાં જોવા મળ્યા. મારા મોટાભાગના કારીગરોની આંખોમાંથી આંસૂ વહ્યા હતા.

ભારતમાં રિલિઝ બાદ ભારે ચર્ચામાં રહેલી અને બોક્સ ઓફિસ પર તરખાટ મચાવી રહેલી ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની ટીમે PM મોદી સાથે પણ મુલાકાત કરી હતી. PM મોદી ફિલ્મના નિર્માતા અભિષેક અગ્રવાલ, ડાયરેકટર વિવેક અગ્નિહોત્રી તેમજ તેમના પત્ની અને એક્ટ્રેસ પલ્લવી જોષીને મળ્યા હતા.

એવું જાણવા મળ્યું છે કે વિવેક અને એની પત્ની પલ્લવી જોશીએ આખી દુનિયામાં પથરાયેલા પંડિતપરિવારોને મળીને કુલ 700 પીડિતોની જુબાનીના વિડિયો રેકૉર્ડ કર્યા છે. એ જુબાની પણ એવી પેઢીની છે, જેણે નાનપણમાં પોતાની આંખે પોતાનાં સ્વજનોને બળાત્કારનો ભોગ બનતાં કે કપાઈ જતાં જોયાં છે. આ જુબાનીના આધારે ફિલ્મની વાર્તા ઘડાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો