ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે ફરી પરચો બતાવતા વિવાદમાં ફસાયો, 3 વિઘા જમીન પર કબજો કરી રૂમ બનાવી
ઢબુડી માતા ઉર્ફ ધનજી ઓડ સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ગાંધીનગરમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં રાંધેજામાં જમીન પર કબજો કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. તેમજ 3 વિઘા જમીન પર કબજો કરી રૂમ બનાવી દિધા છે. જેમાં ફરિયાદ નોંધાયા બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં જતો રહ્યો છે. તથા ધનજી ઓડ સહિત 4 સામે ગુનો નોંધાયો છે.
ફરિયાદને પગલે ઢબુડી માતા ભૂગર્ભમાં ઊતરી ગયા
ઉલ્લેખનિય છે કે ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ સામેલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ઢબુડી માતા, તેની પત્ની અને પુત્ર અને સુરેશ પટેલ નામના વ્યક્તિ સામે ફરિયાદ કરવામાં આવી છે. તેમાં રાંધેજા ગામ ખાતેની જમીન પર કબ્જો કર્યાની ફરિયાદ છે. જેમાં ૩ વીઘા જમીન પર પતરું અને રૂમ બનાવી જમીન પર કબ્જો કર્યાની ફરિયાદ છે. તેથી જીલ્લા કલેક્ટરના હુકમને આધારે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. તેમાં ફરિયાદને પગલે ઢબુડી માતા ભૂગર્ભમાં ઊતરી ગયા છે.
અગાઉના ઢબુડી માતાના જાણો કારનામા:
વિજ્ઞાનજાથાવાળા ઢોંગી ઢબુડીના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે પેથાપુરમાં નોંધાયેલી ફરિયાદના કારણે ધનજી ઓડની ધરપકડ થવાની હતી. જેના કારણે ઢોંગી ઠબુડીના અગોતરા જામીન અરજી કરી હતી. ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં બંને પક્ષોની દલીલોને અંતે કોર્ટે નિર્ણય જાહેર કરવાનું કહ્યું હતું. ધનજી ઓડના વકીલ દ્વારા તેના બચાવમાં કોર્ટમા અનેક દલીલ કરાઇ હતી.
તો બીજી બાજુ પેથાપુર પોલીસે ધનજી વિરુદ્ધ થયેલ અરજી મામલે એફિડેવિટ રજૂ કર્યુ હતુ. સરકારી વકીલ તરફથી દલીલ કરાઈ હતી કે, ધનજી ઓડે છેલ્લાં ચાર-પાંચ વર્ષથી જોગણીમાતાના ભુવા તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી પછી ઢબુડી માતાજી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ખોટો ભ્રામક પ્રચાર કરી બિમાર તેમજ દુખિયારા લોકોને બાધાઓ આપી વચનોમાં બાંધીને તેઓ અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે. જેને કારણે અરજદાર પોતે પણ તેનો ભોગ બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..