દરિયાદીલી તો આને કહેવાય, ભીખ માંગીને જમા કરેલા 6 લાખ રૂપિયા મહિલાએ શહીદોના પરિવારને સમર્પિત કર્યા
અજમેરમાં મંદિરની બહાર ભીખ માંગનાર એક વૃદ્ધ મહિલા દેવકી શર્માએ જીવનભર જે રાશિ જમા કરી હતી તે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને સમર્પિત કરી દીધી છે. હકીકતમાં આવું દેવકીની ઇચ્છાનુસાર કરવામાં આવ્યું છે જેનું નિધન આશરે 6 મહિના પહેલા થઇ ચુક્યુ છે.
અજમેરના બજરંગ ગઢ સ્થિત માતા મંદિરમાં ગત 7 વર્ષથી દેવકી શર્મા ભીખ માંગીને ગુજરાન ચલાવતી હતી. મૃત્યુ પહેલાં આ મહિલાએ લોકોએ આપેલી ભીખમાંથી 6,61,600 રૂપિયા જમા કર્યા હતાં. જે બજરંગ ગઢ સ્થિત બેન્ક ઑફ બરોડાના એકાઉન્ટમાં જમા હતાં.
પરંતુ આ મહિલાએ પોતાના જીવનકાળમાં જ જય અંબે માતા મંદિરના ટ્રસ્ટીઓને કહ્યું હતું કે તેના નિધન બાદ આ રકમને કોઇ સારા કામ માટે ખર્ચ કરવામાં આવે.
મંદિર ટ્રસ્ટી સંદીપે જણાવ્યું કે, દેવકી શર્માની અંતિમ ઇચ્છાને હવે પૂરી કરવામાં આવી છે જ્યારે આ રકમ અજમેર કલેક્ટર વિશ્વ મોહન શર્માને એક બેન્ક ડ્રાફ્ટના માધ્યમથી સોંપવામાં આવી છે.
મહિલાએ પોતાના જીવન કાળમાં જ તેણે આ રાશિના ટ્રસ્ટી બનાવી દીધાં હતાં અને આજે આ પૂરી રકમ મુખ્યમંત્રી સહાયતા કોષ માટે સમર્પિત કરવામાં આવી છે. આ મહિલાની અંતિમ ઇચ્છા અનુરૂપ આ રાશિનો ઉપયોગ પુલવામા હુમલામાં શહીદ થયેલા રાજસ્થાનના શહીદોના પરિવારને આપવામાં આવશે.
જણાવી દઇ કે દેવકી ભીખથી જમા થયેલી રકમ ઘરમાં રાખતી હતી. થોડા સમય પહેલાં તેનું નિધન થઇ ગયુ. જ્યારે તેની પથારીની તપાસ કરવામાં આવી તો તેમાં ઢગલાબંધ રૂપિયા નીકળ્યાં. આ રકમને પણ સમિતીએ બેન્કમાં જમા કરાવ્યા. દેવકીની ઇચ્છા હતા કે આ રકમનો ઉપયોગ સારા કાર્ય માટે કરવામાં આવે. આ દરમિયાન પુલવામાની ઘટના બાદ રકમને શહીદના પરિવારને આપવાની સહમતિ આપી.
આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો..