માગશર મહિનાની પૂનમના દિવસે અન્નપૂર્ણા જયંતી ઉજવવામાં આવે છે. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના પં. ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે આ તિથિએ માતા પાર્વતીએ અન્નપૂર્ણા રૂપ ધારણ કર્યું હતું. શાસ્ત્રો પ્રમાણે આ દિવસે રસોઈઘરમાં ચુલા વગેરેનું પૂજન કરવાથી ઘર-પરિવારમાં ક્યારેય અન્ન અને ધન-ધાન્યની ખોટ નથી રહેતી. આમ તો અન્નનો અનાદર ક્યારેય ન કરવો જોઈએ, પરંતુ આ દિવસે ખાસ સાવધાની રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે રસોઈ, ચુલા(ગેસની સગડી કે સ્ટવ)નું પૂજન કરવાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની ખોટ નથી રહેતી અને દેવીની કૃપા હંમેશાં ઘર પર રહે છે.
પૂજા વિધિ-
માતા અન્નપૂર્ણા અન્નની દેવી છે. એટલા માટે આ દિવસે રસોઈઘર સ્વચ્છ રાખવું જોઈએ અને ગંગાજળ છાંટીને ઘરને શુદ્ધ કરવું જોઈએ.
ત્યારબાદ ભોજન બનતા હોય તે ચુલા-ગેસને હળદર, કંકુ, ચોખા, પુષ્પ, ધૂપ અને દીવો પ્રગટાવીને પૂજન કરો.
ત્યારબાદ રસોઈઘમાં જ માતા પાર્વતી તથા ભગવાન શંકરજીની પૂજા પણ કરો.
માતા અન્નપૂર્ણાનીપૂજા પણ રસોઈઘરમાં જ ઉપરોક્ત વિધિથી પૂજા કરીને પ્રાર્થના કરો કે હે માતા અમારા ઘર-પરિવારમાં સદૈવ અન્ન-જળ ભરેલું રહે.
પૂજન કર્યા પછી તમારા ઘરમાં બનેલ ભોજન ગરીબોને જરૂર ખવડાવો.
આ રીતે થઈ ઉત્પત્તિ-
એવી માન્યતા છે કે એક સમયે જ્યારે ઘરતી પર પાણી અને અન્ન સમાપ્ત થવા લાગ્યું જેનાથી ચારેય તરફ હાહાકાર મચી ગયો ત્યારે મનુષ્યએ અન્નની સમસ્યાથી મુક્તિ માટે ભગવાન બ્રાહ્માજી તથા વિષ્ણુજીની આરાધના શરૂ કરી દીધી.
મનુષ્યોની કરુણ પોકાર સાંભળીને શ્રી બ્રહ્મદેવ તથા વિષ્ણુજીએ આદિદેવ ભગવાન શિવજીની આરાધના કરી તેમને યોગ મુદ્રાથી જગાડ્યાં.
ભગવાન શિવે પૃથ્વીનું ભ્રમણ કર્યું અને ત્યારબાદ માતા પાર્વતીને અન્નપૂર્ણા રૂપ અને ભગવાન શિવે ભિક્ષુ રૂપ ધારણ કર્યું.
ભગવાન શિવે માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા લઈને પૃથ્વીવાસીઓ પાસે ગયા અને તેમની વચ્ચે આ ભિક્ષા વહેંચી દીધી. ત્યારથી બધા દેવોની સાથે ધરતીના મનુષ્યોને પણ માતા અન્નપૂર્ણાની પૂજા આરાધના શરૂ કરી દીધી.
જે દિવસે માતા અન્નપૂર્ણાની ઉત્પત્તિ થઈ, માગશર મહિનાની પૂનમ હતી. તેને લીધે માગશર પૂર્ણિમાના દિવસે અ્ન્નપૂર્ણા જયંતી ઉજવવામાં આવે છે. આ દિવસે અન્નના દાનનું વિશેષ મહત્વ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..