લાઠી તાલુકા ના અનમોલ રત્ન એવા દેવચંદભાઈ કાકડીયાનું દુઃખદ અવસાન
લાઠી ના જરખિયા ખાતે રાષ્ટ્રીય ગાન સાથે દેવચંદભાઈ કાકડીયા ને શ્રધાંજલિ પાઠવતા ગુજરાત ના અસંખ્ય સાંસદ, ધારાસભ્યો, મંત્રી શ્રીઓ અને હજારો વિદ્યાર્થી ઓ દ્વારા રાષ્ટ્રીય ગાન સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા..
લાઠી તાલુકા ના જરખીયાના વતની હાલ સુરત જાહેર જીવન નું અજવાળું એક ડઝન થી વધુ સંસ્થા ઓ માં સેવારત સ્વ દેવચંદભાઈ કાકડીયા ના દેહાંવસાન થી લાઠી તાલુકા ને પુરી ન શકાય તેવી ખોટ પડી છે..
સ્વ. દેવચંદભાઈ કાકડીયા સુરતના અગ્રણી ઉદ્યોગપતિ,બિલ્ડર અને સામાજિક અગ્રણી તેમજ પિતૃછાયા ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થાપક, સુરત સમસ્ત પાટીદાર સમાજના ખજાનચી, સુરત જનજાગૃતિ પ્રગતિ મંડળના પ્રમુખ, જરખીયા સરસ્વતી વિદ્યાલય મા દયાશંકરદાદા સેવા ટ્રસ્ટ ના ઉપપ્રમુખ અને અઢારે વરણમાં ભારે લોકચાહના ધરાવતા,શેઠ શ્રી મનુભાઇ કાકડીયા અને શાંતિભાઇના નાનાભાઇ સ્વ.દેવચંદભાઇ ગોબરભાઈ કાકડીયા નુ ટુંકી બિમારી બાદ ૫૮ વષઁની ઉમરે અવસાન થતા આજ તા.૨૫/૨ ને સોમવારે તેમના વતન જરખીયા ગામમા તેમની વાડીએ સુરાપુરા બાબુભગતના મંદિરના સાનિધ્યમાં બેસણુ રાખેલ..
જેમા સૌરાષ્ટ્ર પંથક, અમરેલી પંથકના રાજકીય,સામાજીક મહાનુભાવો, અગ્રણી ઓ, અધિકારીઓ,આજુબાજુ ગામોના ગ્રામજનો,ધામિઁક જગ્યાઓ ના ધમઁગુરુઑએ સ્વ.દેવચંદભાઇ કાકડીયા ને શ્રદ્ધાસુમન પાઠવી સમસ્ત કાકડીયા પરિવારના દિલસોજી પાઠવી,જેમા કૃષિમંત્રી આર.સી.ફળદ્,સંસદ સભ્ય નારણભાઇ કાછડીયા,ધારાસભ્ય વિરજીભાઇ ઠુમર, વી.વી. વઘાસીયા,જીતુભાઈે ડેર,હિરેનભાઇે હિરપરા, સડી ખોડીયાર મંદિર મહંત લવજીબાપુ,બોડીયા હનુમાનજી સુરેશગીરીબાપુ,ઘોહાભગત,ઢસા સત દેવીદાસ આશ્રમના હરીદાસબાપુ,રઘુરામબાપુ,જીલા તાલુકા ભાજપ કોગ્રેસના આગેવાનો મનુભાઇ આદ્રોજા, ઘનશ્યામભાઇ સાવલીયા, મયુરભાઇ આસોદરીયા,રાજુભાઈ ભુવા,પ્રણવભાઇ જોષી,જુગલભાઇ કુબાવત, અગ્રણી બટુકભાઇ વિરાણી બાઢડા,હિરેનભાઇ હિરપરા, લલીતભાઇ ઠુમર,સુરેશભાઈ કોટડીયા,વાલજીભાઈ ખોખરીયા,જીતુભાઈ વાળા, બીપીનભાઇ રાદડીયા,ઘનશ્યામભાઇ સાવલીયા, પ્રણવભાઇ જોષી,મોટાભાઇ સવંટ,નારણભાઈ ડોબરીયા,નરેશદાદા,વિપુલભાઈ શેલડીયા,ઓઘવજીભાઇ રાદડીયા,રાજુભાઇ ભુવા,આર.સી.દવે,વિનુભાઈ વિસનગરા,મહેશભાઈા ભાયાણી,ભુપતભાઈ ભીમાણી,તેમજ આજુબાજુના ગામોના અગ્રણીઓ, હાઈસ્કૂલ, પ્રા.શાળાનો સ્ટાફ,તમામ વિદ્યાર્થીની ઓ વિદ્યાર્થી ભાઇ બહેનોએ સ્વ.દેવચંદભાઇ કાકડીયા ને શ્રધાસુમન અપઁણ કરીને બે મીનીટનું મૌન તેમજ જનગણમન ગીતનું ગાન કરી શ્રધ્ધાંજલી પાઠવેલ..
સમસ્ત કાકડીયા પરિવાર ને દિલાસોજી પાઠવી,જેમા કૃષિમંત્રી આર.સી.ફળદુ,સંસદસભ્ય કાછડીયા,વિધાનસભા વિરોધપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી,ધારાસભ્ય વિરજીભાઇ ઠુમર,પૂવઁ ધારાસભ્યો તેમજ સૌરાષ્ટ્ર, જીલ્લા, તાલુકાના રાજકીય,સામાજીક આગેવાનો, હાઈસ્કૂલ, પ્રા.શાળાનો સ્ટાફ,તમામ હજારો વિદ્યાર્થીની ઓ વિદ્યાર્થી ભાઇ બહેનોએ સ્વ.દેવચંદભાઇ કાકડીયા ને શ્રધાસુમન અપઁણ કરીને બે મીનીટનું મૌન તેમજ જનગણમન ગીતનું ગાન કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી..
પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ..