ગુજરાતના ખેડૂતે કોઠાસૂઝથી શોધ્યો ભૂંડ અને રોઝડાં ભગાડવાનો જુગાડ

જૂનાગઢના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામના ખેડૂતની કોઠાસૂઝે કમાલ કર્યો છે. આ ખેડૂતનું નામ છે, હરિભાઈ ઠુમ્મર. તેમણે પોતાની આગવી કોઠાસૂઝથી દેશી દીવાદાંડી બનાવી ભૂંડ અને રોઝડાંને ભગાડવા જુગાડ શોધ્યો છે. આ માટે તેમણે કંઈ ખર્ચ કર્યો નથી. માત્ર તેલના ડબ્બાને બન્ને બાજુએ કાપી અંદર ટોર્ચ મૂકી છે. આ ડબ્બામાં બેરિંગ અને સળિયો લગાવ્યા છે, જેથી ડબ્બો આસાનીથી ફરતો રહે છે.

મહત્વની વાત તો એ છે કે, ઓછા કે વધુ પવનમાં ડબ્બાનાં પાંખિયાં પણ એડજસ્ટ કરી શકાય છે. ઓછો પવન હોય તો પાંખિયાં વધુ ખોલવા પડે છે અને સારો પવન હોય તો પાંખિયા બંધ રાખવાના હોય છે. ખેતરની વચ્ચે આ ડબ્બો રાતભર ફરતો રહે છે અને ટોર્ચનો પ્રકાશ ચારેબાજુ ફેલાતો રહે. વળી આ ડબ્બાની સાથે તેમણે દોરી બાંધી લોખંડની નટ લગાવી છે. ડબ્બો ફરે એટલે નટ બાજુમાં મૂકેલી થાળીમાં અથડાય છે અને આ અવાજથી ભૂંડ અને રોઝ જેવાં પ્રાણીઓ નજીક આવતા નથી. આ પ્રકારની દેશી દીવાદાંડીથી રાતભર રખોપું કરવાની ઝંઝટમાંથી છુટકરો મળી શકે છે. આવી જ કોઠાસૂઝથી હરિભાઈએ થોડો સમય પહેલાં એક સીટી બનાવી હતી. જો બોરની મોટર ચાલુ હોય અને અચાનક લાઈટ જાય તો આ સીટી વાગતી હતી, જેથી ખેતરમાં કામ કરતા ખેડૂતને સીધો સંદેશો મળી જાય. 48 વર્ષીય હરિભાઈ ઠુમ્મર ભલે વધુ ભણેલા ન હોય પણ તેમની કોઠાસૂઝ ગજબની છે.

જુઓ વીડિયો..


આ જ આવડતને કારણે ભેસાણ પંથકમાં તેમના વખાણ થઈ રહ્યા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો