દેસાઈ પરિવારે દીકરીના લગ્નમાં કર્યું આ કામ, બેસાડ્યો સમરસતાનો દાખલો

પાટણ: ભારતીય સંસ્કૃતિ જુદી જુદી જ્ઞાતિ અને ધર્મો પર આધારિત છે અને દેશમાં વિવિધતામાં એકતા જોવા મળે છે ત્યારે જ્ઞાતિ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પાટણના અજીમાણા ગામે જોવા મળ્યું જ્યાં એક દેસાઈ પરિવારે પોતાની દીકરીની સાથે સાથે વાલ્મિકી સમાજની સાત દીકરીઓના સમૂહ લગ્નમાં કન્યાદાન કરી સમરસતા નો ઉત્તમ દાખલો પૂરો પડ્યો છે.

આ સમૂહ લગ્ન અન્ય જ્ઞાતિઓના સમૂહ લગ્નથી અલગ

પાટણ જીલ્લા ના સરસ્વતી તાલુકા માં અજીમાણા ગામ આવેલું છે. આ ગામ માં બધી જ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે ત્યારે આજ રોજ આ ગામમાં વાલ્મિકી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ સમૂહ લગ્ન અન્ય જ્ઞાતિઓના સમૂહ લગ્નથી અલગ જોવા મળ્યા.

દીકરીના લગ્નની સાથે સાથે વાલ્મિકી સમાજની દીકરીઓના લગ્ન

આ ગામમાં રહેતા આત્મારામ દેસાઈ કે જેઓએ નિર્ધાર કર્યો કે તેમની દીકરીના લગ્નની સાથે સાથે વાલ્મિકી સમાજની દીકરીઓના લગ્ન કરાવી કન્યા દાન કરવું છે અને એટલે જ યોજાયેલ વાલ્મિકી સમાજના સમૂહ લગ્નમાં મુખ્ય દાતા બની સાત જેટલી વાલ્મિકી સમાજ ની દીકરીઓ નું કન્યાદાન કરવા માં આવ્યું. આ ઉપરાંત તેમના ઘરે પોતાની દીકરીને વાલ્મિકી સમાજના ગુરુના આશીર્વાદ અપાવ્યા.

સાત નવદંપત્તિઓએ અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલા માંડ્યા

સમૂહ લગ્નમાં સાત નવ દંપત્તિઓએ અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલા માંડ્યા અને નવા જીવનની શરૂઆત કરી છે. આપણા દેશમાં વિવિધતામાં એકતા હોવાનું માનવામાં આવે છે. જો કે કેટલીક રૂઢી-ગત માન્યતાઓ અને પરંપરાઓને લઈને હિંદુ સંસ્કૃતિમાં પણ જાતિવાદ અને વાડા પાડામાં વહેચાયેલો સમાજ બની જવા પામ્યો છે તેવામાં હાલની પરિસ્થિતિ જોતા જ્ઞાતિ સમરસતા બની રહે અને સૌ સમાજ હળી મળી ને રહે .

પોતાની દીકરીની સાથે વાલ્મીકી સમાજની સાત દીકરીઓના કન્યાદાન કરાવીને સમરસતાનો ઉત્તમ દાખલો પૂરો પડ્યો

જાતિ સમરસતા નું ઉત્તમ ઉદાહરણ

દરેક સમાજને એક મંચ પર લાવવા સરકાર ની સાથે સાથે સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે ત્યારે અજીમાણા ગામના દેસાઈ પરિવારે જાતિ સમરસતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.

પ્રભુતામાં પગલા માંડનાર દીકરીઓ ખુશખુશાલ

સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા માંડનાર દીકરીઓની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો અને તેમના જીવનસાથીની સાથે નવીન જિંદગીની શરૂઆત કરવાના શુભ અવસરે જ્ઞાતિ સમરસતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સદાય આ રીતે ગામમાં, રાજ્યમાં અને દેશમાં આ પ્રકારનો માહોલ ઉભો થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

એક લાઈક અને શેર કરીને વધાવજો..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો