ઉમરેઠનો નાયબ મામલતદાર સવા બે લાખ રૂપિયાની લાંચ લેતા એસીબી દ્વારા રંગેહાથ ઝડપાયો, જમીનનું ક્ષેત્રફળ સુધારવા લાંચ માંગી હતી
ઉમરેઠ મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્રના નાયબ મામલતદારને રૂ.2.25 લાખની લાંચ લેતા નડિયાદ એસીબી દ્વારા રંગેહાથ પકડી લેવામાં આવ્યાં છે. આ નાયબ મામલતદાર બિલ્ડર પાસેથી જમીનનું ક્ષેત્રફળ સુધારવા લાંચ માંગી હતી.
ઉમરેઠ મામલતદાર ઓફિસના ઇ-ધરા કેન્દ્રના નાયબ મામલતદાર જયપ્રકાશ પુરૂષોત્તમભાઈ સોલંકી પાસે ભાલેજના બિલ્ડર આવ્યાં હતાં. આ બિલ્ડર જમીન ખરીદી પ્લોટીંગ કરી કન્સ્ટ્રકશનનું કામ કરે છે અને હાલમાં 11 વીઘા જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. જોકે, આ જમીનના ક્ષેત્રફળ બાબતે ક્ષતિ જણાતા ક્ષતિ સુધારણાનો દસ્તાવેજ કરી વેચાણ દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણિત કરવા માટે આવ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જે બાબતે નાયબ મામલતદાર જે. પી. સોલંકીએ પાકી નોંધ પ્રમાણિત કરવા માટે પ્રથમ રૂ.3 લાખની લાંચની માગણી કરી હતી. જોકે, રકઝક થતાં આખરે રૂ. 2.25 લાખમાં આપવાનું નક્કી થયું હતું. આ બાબતે બિલ્ડરના ભત્રીજાએ નડિયાદ એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ આપતાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ચૌધરી સહિતની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.
એસીબી દ્વારા ગોઠવાયેલ આ છટકા મુજબ નાયબ મામલતદાર જે.પી. સોલંકી ગુરૂવાર મોડી સાંજે લાંચની રકમ લેવા ભાલેજની તાડપુરા ચોકડી, અમન કોમ્પ્લેક્સ પાસે ગયાં હતાં. જ્યાં લાંચના નાણા સ્વીકારતા છટકામાં રંગેહાથ પકડાઇ ગયાં હતાં. આથી, એસીબીએ જરૂરી કાર્યવાહી કરી તેને વધુ તપાસ અર્થે ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..