પોલીસનો માનવીય ચહેરો ઉજાગર થયો: વૃદ્ધ મહિલાની અર્થીને કાંધ આપવા માટે કોઈ પાડોશીઓ આગળ ન આવતા પોલીસે આપી કાંધ
પૂરો દેશ કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહ્યો છે. મહાનગર મુંબઈ, દિલ્હી, અમદાવાદ અને ચેન્નઈ કોરોના વાયરસ મહામારીથી સૌથી વધારે પ્રભાવિત છે અને આ શહેરોમાં મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના કાળમાં પરિસ્થિતિ એવી બની ગઈ છે કે લોકો દુઃખની પરિસ્થિતિમાં પણ એકબીજાનો સાથે આપવા આગળ આવી રહ્યા નથી. કોરોના સંક્રમણના ખૌફને લીધે આ રીતની પરિસ્થિતિ પેદા થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
દિલ્હીના જૈતપુર વિસ્તારમાં આ રીતનો જ એક મામલો સામે આવ્યો જ્યારે એક વૃદ્ધ મહિલાનું નિધન થયું તો તેમની અર્થીને કાંધ આપવા માટે કોઈ પાડોશી મદદ માટે આગળ આવ્યા નહીં. એવામાં દિલ્હી પોલીસનો માનવીય ચહેરો ફરી ઉજાગર થયો. દિલ્હી પોલીસના જવાનોએ વૃદ્ધ મહિલાની અર્થીને કાંધ આપી આપી અને મહિલાનું અંતિમ સંસ્કાર કરાવ્યું.
દક્ષિણ પૂર્વીય દિલ્હીના DCP આરપી મીણા અનુસાર, સોમવારે જૈતપુર પોલીસ સ્ટેશનમાં 66 વર્ષીય જસપાલ સિંહ આવ્યા અને તેમણે જણાવ્યું કે તેઓ પોતાની 62 વર્ષીય પત્ની અને 26 વર્ષના દીકરા(જેની માનસિક પરિસ્થિતિ યોગ્ય નથી) સાથે રહે છે. જસપાલ સિંહ પંજાબના રહેવાસી છે અને દિલ્હીમાં તેમના કોઈ સંબંધી નથી. તેમની પત્ની નવેમ્બરથી બીમાર ચાલી રહ્યા હતા અને સોમવારે તેમનું નિધન થઈ ગયું. તેમણે જણાવ્યું કે, પત્નીના અંતિમ સંસ્કારની વ્યવસ્થા તે કરી શકે એમ નથી અને તેમના પાડોશી પણ મદદ માટે આગળ આવી રહ્યા નથી કારણ કે હાલમાં કોરોનાનો ખૌફ છે. ત્યાર પછી જૈતપુર પોલીસ સ્ટેશનના કર્મીઓએ વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી અને પોતે તેમની અર્થીને કાંધ આપી અંતિમ સંસ્કાર કરાવ્યું.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોના કેસો વધીને 1 લાખને પાર થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 3,163 લોકોના મોત થયા છે. જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા 1,01,139 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 4970 નવા દર્દી સામે આવ્યા છે અને 134 લોકોના મોત થયા છે. રાહતની વાત એ છે કે, 39,174 કોરોના દર્દી આ બીમારીને હરાવી સાજા થઈ ચૂક્યા છે. રિકવરી રેટ સુધરીને 38.73 ટકા થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..