કોરોના વાયરસના ચેપથી બચવા દિલ્હી IITના બે સંશોધકોએ એવું કપડું તૈયાર કર્યું જેનાથી ડોક્ટર, નર્સ અને પેશન્ટના કપડા બનશે સંક્રમણ પ્રુફ

દેશમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ રહી છે તેવામાં દિલ્હી IIT દ્વારા કરવામાં આવેલ આ પ્રયોગથી દેશની હોસ્પિટલ્સને સંક્રમણમુક્ત બનાવી શકાય છે. હોસ્પિટલમાં દરેક પ્રકારના દર્દીઓની સારવાર થતી હોય છે. તેવામાં ઘણીવાર આવી હોસ્પિટલમાંથી જ કોઈને ચેપી રોગના વાયરસ કે બેક્ટેરિયા લાગી જતા હોય છે. ખાસ કરીને ડોક્ટર, નર્સ અને દર્દીના યુનિફોર્મ, બેડશીટ, પડદા દ્વારા ફેલાતા હોય છે. IIT સંશોધકોનું કહેવું છે કે સામાન્ય કપડા જ્યાં આવા રોગના વાયરસ માટે બ્રીડિંગ ગ્રાઉન્ડ બની જાય છે ત્યારે દિલ્હી આઈઆઈટીના ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટની ટીમે એવી ટેક્નોલોજી બનાવી છે જેનાથી ઇન્ફેક્શન ફ્રી ફેબ્રિક બનાવી શકાશે.

ટીમનો દાવો છે કે તેમનું ફેબ્રિક ફેબિયોસિસમાં રહેલી વાયરસ અને બેક્ટેરિયાનો નાશ કરવાની ક્ષમતા અનેકવાર ધોયા બાદ પણ નથી જતી. ફેબિયોસિસની આ ટેક્નોલોજીને હાલમાં જ ભારત સરકારના બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ફેબિયોસિસની ટીમને આઈઆઈટી દિલ્હીના ટેક્સટાઇલ અને ફાઇબર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના પ્રો. સમ્રાટ મુખોપાધ્યાય સાથે દિલ્હી એઇમ્સના અલગ અલગ વિભાગના પ્રોફેસર્સ આ પ્રોજેક્ટમાં ગાઇડન્સ આપી રહ્યા છે. ટીમે જણાવ્યું કે આ ખાસ પ્રકારનું ફેબ્રિક 1-2 કલાકમાં લગભગ 99.9% વાયરસને મારી નાખે છે.

સંશોધકોએ જણા્યું કે ખાસ ટેક્નોલોજી દ્વારા સામાન્ય કપડાને ઇંફેક્શન પ્રુફ બનાવવામાં આવે છે. સુતરાઉ કાપડના રોલને કેટલાક રિએક્શન સાથે કેમિકલ ટ્રિટમેન્ટ કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ માટે કોઈ ખાસ નવી મશીનરીની જરુર પડતી નથી. આ પ્રોસેસથી પસાર થયા બાદ કપડું એન્ટીમાઈક્રોબીઅલ થઈ જાય છે. આ ટેક્નોલોજી સસ્તી પણ છે અને ભારતીય વોશિંગ માપદંડો પર પણ ખરી ઉતરે છે.

હવે આ સ્ટાર્ટઅપ પર કામ કરતા દિલ્હી આઈઆઈટીના બીટેકના વિદ્યાર્થી યતી કહે છે કે, ‘મારા હેલ્થકેર પ્રોજેક્ટ અંગે હું હોસ્પિટલના કેટલાક દર્દીઓને મળી હતી ત્યારે મને જાણવા મળ્યું કે તેઓ હસ્પિટલમાં દાખલ થયા બાદ કે અહીં આવ્યા બાદ વધુ બીમાર પડ્યા છે. શરુઆતમાં તો મે આ વાતને નકારી કાઢી પરંતુ પછી ડેટા આધારે સામે આવ્યું કે ભારત જેવા દેશમાં હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ખૂબ ગંભીર સમસ્યા છે.’

રિસર્ચ પર કામ કરતી ટીમે પ્રોડક્ટના પાયલટ પ્રોજેક્ટ માટે એમ્સને પાર્ટનર બનાવી. દિલ્હી-NCRમાં મોટા સ્તરે મેન્યુફેક્ચર કરવા માટે ટ્રાયલ પણ ચાલી રહી છે. તેમજ માર્કેટમાં આ ટેક્નોલોજી લાવવા માટે રિસ્પોન્સ અંગે તપાસ કરવામાં આવી રહી છે. તેમજ બીજા કેટલીક મોટી હોસ્પિટલ સાથે પણ આ ટ્રાયલ શરું કરવા માટે વાતચીત ચાલી રહી છે. રિસર્ચ માટે સંશોધકોને MHRDના ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા નાણાંકીય મદદ પણ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો