અમદાવાદના સાણંદનો કિસ્સો: પ્રેમ લગ્ન કરનાર બહેન-બનેવીને સરાજાહેરામાં રહેંસી નાખનાર ભાઈને અદાલતે ફાંસીની સજા ફટકારી
અમદાવાદના સાણંદ (Sanand Ahmedabad) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 2018ની વર્ષમાં એક એવી ઘટના બની હતી જેમાં 2 લોકોની જાહેરમાં હત્યા (Murder) કરી દેવામાં આવી હતી.આરોપીએ છરીના ઘા મારીને 2 લોકોને મોતના (શહી્ાી) ઘાટ ઉતારી દીધેલ જેમાં આરોપીએ પોતાની સગી બહેન (Sister) અને બનેવીને (Brother in Law) હત્યા કરી નાખી હતી અને ત્યારથી ફરાર થઇ ગયો હતો. જેતે સમય પોલીસે આરોપીની ધરપકડ કરી ને 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા હતા અને તમામ પુરાવાના આધારે કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજુર કરી દેવામાં આવ્યા હતા પોલીસની તપાસ બાદ ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી અને દલીલો બાદ આરોપીને ફાંસીની (death Penalty) સજા કરવામાં આવેલ છે.
વિગતવાર વાત કરીએ તો ગત 26-9-18 ના રોજ ફરિયાદીના ભાઈ વિશાલ પરમાર અને વિશાલની પત્ની તરુના બેનની આરોપી હાર્દિક દ્વારા બન્નેની હત્યા કરવામાં આવી હતી.આરોપી હાર્દિક મરનાર બહેનનો ભાઈ થાય છે બન્ને ને હત્યા કરવામાં આવી હતી.
પ્રેમ લગ્ન કરનાર બહેનની હત્યા કરી નાખી હતી
મળતી માહિતી પ્રમાણે મરનાર બહેન તરુણા અને વિશાલ પરમાર વચ્ચે પ્રેમ હતો અને બન્ને પ્રેમ લગ્ન કરેલ જેથી જે વાતનો ગુસ્સો હતો આરોપીને અને જેના કારણે હત્યા કરી દેવામાં આવી હતી.
ન્યાય મળ્યો
પોલીસે આરોપીની ધરપકડ કરી અને તમામ પુરાવા ભેગા કરીને કોર્ટમાં કાર્યવાહી કરી હતી અને જેમાં તમામ પુરાવાના આધારે આરોપીને કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. મહત્વ નું છે કે પોલીસ દ્વારા મહેનત કરી અને સાક્ષીઓ ને ભેગા કરી ને મજુબત કાર્યવાહી કરવામાં આવી હતી અને જેના કારણે આરોપીને ફાંસી ની સજા મળી છે ને ભોગ બનનાર ને ન્યાય મળ્યો છે.
ઓનર કિલીંગનો મામલો હતો
એક પ્રકારે આ કેસ ઓનર કિલીંગનો હતો જેમાં પ્રેમ લગ્ન કરનાર બહેન અને તેના પતિની આ શખ્સે જાહેરમાં હત્યા કરી હતી. ગર્ભવતી બહેનની હત્યા કરનારા આરોપીને આજે અદાલતે ફાંસીની સજા સંભળાવી છે. આ કિસ્સાએ જે તે સમયે ખૂબ ચકચાર જગાવી હતી ત્યારે હવે આ કિસ્સામાં મૃતકોને ન્યાય મળ્યો છે. જોકે, કાયદાની જોગવાઈ પ્રમાણે આરોપી પાસે ઉપલી અદાલતના દ્વાર ખુલ્લા છે ત્યારે તેની સજા ફાંસીમાં યથાવત રહેશે કે કેમ તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..