રાજકોટની વીરાણી હાઇસ્કૂલના નવા પરણેલા શિક્ષિકાનું અકાળે મૃત્યુ, શાસ્ત્રીય ગીત-સંગીતમાં અનેક વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાએ પહોંચાડ્યા હતાં
રાજકોટની વિરાણી હાઇસ્કૂલના શિક્ષિકા ચાર્મીબેન શિવભાઇ દેસાણીની તબિયત લથડ્યા બાદ ટૂંકી સારવારમાં તેમને દમ તોડતા શાળામાં ગમગીની ફેલાઇ છે. બનાવની કરુણતા એ છે કે, શિક્ષિકાના એક મહિના પૂર્વે જ લગ્ન થયા હતા.
વિરાણી હાઇસ્કૂલના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડિયાએ જણાવ્યું કે, ચાર્મીબેન હાઇસ્કૂલમાં છેલ્લા સાડા ચાર વર્ષથી સહાયક શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને તેઓ અંગ્રેજીનો અભ્યાસ કરાવતા હતા. ગત તા.13ના રોજ રાબેતા મુજબ તેઓ શાળાએ આવ્યા હતા. ચાર્મીબેનને બ્લડપ્રેશરની તકલીફ હોય સવારે તેમની તબિયત નરમ થતા તેઓ બપોરે ઘરે જતા રહ્યાં હતા. બાદમાં બીજા દિવસે તેમની તબિયત વધુ લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બનાવની કરુણતા એ છે કે, ચાર્મીબેનના લગ્ન હજુ ગત તા.15-7નાં રોજ ક્લાસીસ ચલાવતા શિવદાસ બટુકદાસ દેસાણી સાથે થયા હતા. શાળાના સૌથી નાની ઉંમરના શિક્ષિકા ચાર્મીબેન શાસ્ત્રીય ગીત-સંગીતમાં માહિર હોય શાળાના અનેક વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાની સ્પર્ધા સુધી લઇ જવામાં તેમને ખૂબ જ મહેનત કરી હતી. રેલવેમાં નોકરી કરતા વિષ્ણુપ્રસાદ પંડ્યાના બે સંતાન પૈકી એકની એક આશાસ્પદ દીકરીના મૃત્યુથી તેઓ અને ચાર્મીબેનના પતિ શિવભાઇ શોકમાં ગરકાવ થઇ ગયા છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..