અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી સગીર દીકરીએ મોજશોખ પૂરા કરવા 5-6 બોયફ્રેન્ડ બનાવ્યા, પિતાને જાણ થતા પગ નીચેથી જમીન ખસી ગઈ

કેટલાક ટીનેજર્સ પોતાના મોજશોખ પૂરા કરવા માટે આડા રસ્તાનો સહારો લેતા હોય છે. મોજશોખ પૂરા કરવા કેટલાક લોકો ગમે તે હદ પાર કરી દેતા હોય છે. ત્યારે અમદાવાદમાંથી પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પિતા સગીર દીકરીના મોજશોખ પૂરા કરી શકતા નહોતા તો તેણે જે કરતૂત કરી એ જાણીને પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ. બાદમાં પિતાએ 181 અભયમનો સંપર્ક કરીને મદદ માગી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘટનાની વિગત એવી છે કે, શહેરના પોશ વિસ્તારમાં રહેતી સગીરા તેના પિતા અને દાદીની સાથે રહે છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે સગીર દીકરી આડા રસ્તે ચઢી જતા પિતાએ 181 અભયમનો સંપર્ક કર્યો હતો. પિતાએ પોતાની વેદના ઠાલતા અભયમ ટીમને જણાવ્યું કે, તેમની દીકરી 15 વર્ષની છે. તે બે મહિનાની હતી ત્યારે તેની માતા ઘર છોડીને ભાગી ગઈ હતી. એટલે દીકરીના ઉછેરની જવાબદારી પિતા પર હોવાથી તેમણે બીજા લગ્ન પણ ન કર્યા. પિતા અને દાદીએ તેને ઉછેરી હતી.

જો કે, સગીર દીકરીના પિતાની આર્થિક આવક સારી ન હોવાથી તે તેના મોજશોખ પૂરી કરી શકે તેમ નહોતા. પોતાના મોજશોખ પૂરા કરવા માટે સગીર દીકરીએ આડો રસ્તો અપનાવ્યો. તે પિતા પાસે રૂપિયા માગતી પણ તેઓ પૂરતા સક્ષમ નહોતા. પછી દીકરીએ એક બાદ એક બોયફ્રેન્ડ બનાવવાનું શરૂ કર્યુ અને પોતાના મોજશોખ પૂરા કરવાનું મન બનાવી લીધું. ત્યારબાદ તે તેના બોયફ્રેન્ડ દ્વારા પોતાના મોજશોખ પૂરા કરવા લાગી.

પિતાએ અભયમ ટીમને કરેલી ફરિયાદ મુજબ, તેમની 15 વર્ષની દીકરીએ પોતાના મોજશોખ પૂરા કરવા માટે એક બે નહીં, પરંતુ પાંચથી છ બોયફ્રેન્ડ બનાવ્યા હતા. જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ પડી ભાગ્યા હતા. દીકરીએ દાદીને એવું પણ કહ્યું હતું કે, તે પોતાની રીતે કમાશે અને રૂપિયા ખર્ચ કરશે. એમ કહીને તેણે સેનેટરી નેપકીન વેચવાનો બિઝનેસ શરૂ કરવાનું પણ કહ્યું. જો કે, તે આ બિઝનેસના બહાને પોતાના બોયફ્રેન્ડની સાથે ફરતી હતી. તે તેના બોયફ્રેન્ડ પાસેથી રૂપિયા પડાવતી અને મોજશોખ પૂરા કરતી. થોડા સમય બાદ સગીર દીકરી ઘરે આવવામાં પણ મોડુ કરવા લાગી.

ઘરે મોડા આવવાની વાતને લઈને પિતા, દાદી અને સગીર દીકરી વચ્ચે બોલાચાલી પણ થતી. તેની દાદીએ તેને ઠપકો પણ આપ્યો હતો. દાદીએ ઠપકો આપ્યો તો તે ઉશ્કેરાઈ ગઈ હતી અને પોતાની દાદી સાથે જ મારઝૂડ કરી હતી. ચારેકોરથી હારી ગયા બાદ પિતાના માથે ચિંતાનો મસમોટો ભાર હતો. આખરે તેઓએ હિંમત કરીને અભયમ ટીમનો સંપર્ક કર્યો અને સઘળી વાત કરી. અભયમની ટીમે દુઃખી પિતાની વાત સાંભળીને સગીરાનું કાઉન્સેલિંગ કર્યુ હતુ. અંતે સગીર દીકરીએ અભયમ ટીમની વાત માની હતી અને પોતાની ભૂલ પણ સ્વીકારી હતી. તેણે ટીમ સાથે પરિવારને પણ ખાતરી આપી કે હવેથી તે આડા રસ્તા પર ચાલવાના બદલે સીધા રસ્તે ચાલશે. ત્યારે એક પિતાના દિલનો ભાર હળવો થયો. જો કે, આ કિસ્સો અન્ય માતા-પિતા પણ લાલ બત્તી સમાન છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો