છઠ્ઠા ધોરણમાં ભણતા 11 વર્ષના જાદુગર દર્શ માલાણીને રાષ્ટ્રપતિએ ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’થી સન્માનિત કર્યો
22 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં દેશના ટેલેન્ટેડ 49 બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર’આપવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રે નાની ઉંમરથી જ અસાધારણ પ્રતિભા ધરાવતાં આ તમામ બાળકોને મેડલ ઉપરાંત 1 લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું હતું. 49 બાળકોની ઉંમર 5 થી 18 વર્ષની વચ્ચે હતી. આ બાળકોની ઈનોવેશન, સોશિયલ સર્વિસ, બહાદુરી, સ્પોર્ટ્સ અને આર્ટ એન્ડ કલ્ચર જેવાં ક્ષેત્રોમાંથી પસંદગી કરવામાં આવી હતી. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્ટ એન્ડ કલ્ચર કેટેગરીમાં 7, બ્રેવરી કેટેગરીમાં 4, ઇનોવેશનમાં 14, સોશિયલ સર્વિસ માટે 4, એજ્યુકેશન ક્ષેત્રે 7 અને સ્પોર્ટ્સ કેટેગરીમાં 13 બાળકોને મેડલ પહેરાવ્યા હતા. આ બાળકોમાં એક હતો 11 વર્ષનો દર્શ માલાણી. દર્શ દેશમાં સૌથી નાની વયનો જાદુગર છે.
President Kovind presented the Pradhan Mantri Rashtriya Bal Puraskar, 2020 at Rashtrapati Bhavan today. pic.twitter.com/iyOBAXUWoM
— President of India (@rashtrapatibhvn) January 22, 2020
દેશમાં 60 મેજિક શો કર્યા છે
આ છોટા જાદુગર એવો જાદુગર દર્શ હાલ છઠ્ઠા ધોરણમાં ભણે છે. તે તેલંગાણા રાજ્યમાં હૈદરાબાદ શહેરનો રહેવાસી છે. આટલી નાની ઉંમરે પોતાના જાદુના ખેલના 60થી વધારે શો દેશમાં અલગ-અલગ જગ્યાએ કરી ચૂક્યો છે.
આનંદીબહેન પટેલે જન્મદિવસે દર્શના જાદુ જોયા
ગયા વર્ષે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દર્શને મેજિક શોનું આમંત્રણ મળ્યું હતું. દર્શના જાદુ જોઈને આનંદીબહેન ઘણાં ખુશ થઈ ગયાં હતાં અને તે ભવિષ્યમાં વધારે આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા.
દર્શ સારો ટેનિસ પ્લેયર પણ છે
દર્શને નાનપણથી મેજિકમાં ઘણો રસ હતો, તેણે મેજિક શીખવા માટે કોઈ પણ ટ્રેનિંગ લીધી નથી. નાનકડી ઉંમરમાં તે ઇન્ટરનેશનલ મેજિશિયનનું સર્ટિફિકેટ ધરાવે છે. તેણે ભારત ઉપરાંત રશિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા અને દુબઈમાં પણ પોતાના જાદુથી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. દર્શ માત્ર જાદુગર છે તેવું નથી તે ટેનિસ પ્લેયર અને પિયાનો પણ વગાડી જાણેછે. હાલમાં જ તેણે મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગમાં મેજિક શો કર્યો હતો.
વર્લ્ડ રેકોર્ડની તૈયારી
દુનિયાના ફેમસ મેજિશિયન ‘ડાયનેમો’ને પણ દર્શ મળી ચૂક્યો છે. દર્શના ફેસબુક અકાઉન્ટમાં પ્રોફાઈલ ફોટો પણ ડાયનેમો સાથેનો જ છે. વર્ષ 2018માં તેણે ઇન્ટરનેશનલ મેજિશિયન કન્વેન્શનમાં ભાગ લીધો હતો, જેમાં તેને દેશના ફેમસ જાદુગર આનંદ અને જાદુગર વેણુએ અવોર્ડ આપ્યો હતો.
આવનારા સમયમાં ટેલેન્ટેડ દર્શને પોતાના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવો છે, જેની તૈયારી તેણે અત્યારથી શરુ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..