આ કારે એવો અકસ્માત સર્જ્યો, જેને જોઈને અને સાંભળીને લોકોનાં રૂંવાડા ખડા થઈ ગયા
પટનામાં એક રેનોલ્ટ ક્વિડ કારે એવો અકસ્માત સર્જ્યો, જેને જોઈને અને સાંભળીને લોકોનાં રૂંવાડા ખડા થઈ ગયા. બુધવારે રૂપરપુર વિસ્તારના ચુલ્હાઈચક પાસે એક યુવકને કારે ધક્કો માર્યો. યુવક એ જ કારમાં ફસાઈ ગયો. કારમાં સવાર બે યુવક તથા બે યુવતીઓને કાર રોકવા માટે પબ્લિક બૂમો પાડતી રહી, પરંતુ તે ન રોકાયા. બાદમાં પોલીસને માહિતી આપવામાં આવી. પોલીસ કન્ટ્રોલ રૂમથી મેસેજ ફ્લેશ થયો. ત્યારબાદ રૂપસપુર, શાસ્ત્રીનગર, પાટલિપુત્ર, રાજીવનગર તથા એરપોર્ટ પોલીસ સાથે 6-9 ક્વિક મોબાઈલના જવાન કારનો પીછો કરતા રહ્યા, પણ તે રોકાઈ નહીં. કાર ચુલ્હાઈચકથી રૂપસપુર ફલાઈઓવર થઈને બેલી રોડ ફ્લાઈઓવરથી નીચે ઝૂ પાસે પહોંચી. ત્યાંથી યુ-ટર્ન લઈને પછી આ જ ફ્લાઈઓવર પર ચડી ગઈ.
રોષે ભરાયેલી ભીડે પકડીને કરી ધોલાઈ
કાર રુનકપુરા પાસે ઉતર્યા બાદ પુલની નીચેથી દીઘા-આશિયાના રોડ, રાજીવ નગર નાળા થઈને લોહા ગેટથી પાટલિપુત્રના ઈન્દ્રપુરી રોડ નંબર 5 પાસે આવી. ત્યા રોડ બ્રેકર હતું, જેનાથી કાર લગભગ 4 ફૂટ સુધી ઉછળી. તેનાથી ઘટનાસ્થળેથી લગભગ 15 કિમી દૂર કારની આગળના ભાગમાં ફંસાયેલું યુવકનું શરીર નીચે પડી ગયું, પણ એક પગ નહોતો. ત્યારબાદ પણ ચાલકે કાર ના રોકી. ત્યાંથી લગભગ 2 કિમી દૂર કારમાં ફસાયેલા યુવકનો પગ પડ્યો. આ દરમિયાન પીછો કરી રહેલા સ્થાનિક લોકોએ કાર સવાર અનિકેત ચંદ્રા અને ઈશાંત સિંહને પકડી પાડ્યા. બન્નેની ધોલાઈ કરી. એટલામાં પોલીસ આવી ગઈ અને કોઈ રીતે ઉગ્ર ભીડમાંથી છોડાવીને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા. કાર અનિકેત ચલાવી રહ્યો હતો.
બાળક જેવું થઈ ગયું શરીર
15 કિમી સુધી ઘસડાયા બાદ યુવકનું અડધુ શરીર સાફ થઈ ગયું હતું. તેની એક આંખ પણ નહોતી. શરીરની ચામડી ઉખડી ગઈ હતી. તેની ઉંમર ભલે 18 થી 20ની હતી પણ તેનું શરીર નાના બાળક જેવું લાગી રહ્યું હતું. હાડકા સાથે શરીરના ઘણા અંદરના અંગો દેખાઈ રહ્યા હતા. ક્યાંય માંસ નહોતું.
અજાણતા હત્યાનો કેસ દાખલ
સિટી એસપીએ જણાવ્યું કે, બન્નેમાંથી કોઈની પાસે લાયસન્સ નથી. બન્ને અજાણતા હત્યા, રફ ડ્રાઈવિંગ, લાયસન્સ વગર કાર ચલાવવાની કલમ હેઠળ કેસ દાખલ કરાયો છે. અનિકેત તથા ઈશાંત બન્ને 11માં ધોરણના વિદ્યાર્થી છે. બન્નેની ઉંમર 16-17 વર્ષ છે. પોલીસ સ્ટેશન અધિકારીએ જણાવ્યું કે, અનિકેત ગોસાઈટોલામાં રહે છે તેના પિતા પીએનબીમાં બેંક કર્મી છે. ત્યારે ઈશાંત ઉત્તર એસકેપુરીમાં રહે છે. તેના પિતા એન્જિનિયર છે. કાર અનિકેતના પિતાના નામે છે. મૃતકની ઓળખ થઈ શકી નથી. તેની ઉંમર 18થી 20 વર્ષ વચ્ચે લાગે છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ છે.
લાશ નીચે પડી, તો પણ ન રોકી કાર
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, કાળા રંગની પૂરપાટ ઝડપે કાર આવી. કારની સ્પીડ વધારે હતી ઘણા લોકો બાઈક સવાર જીવ બચાવીને સાઈડમાં આવી ગયા. જ્યારે કાર નીચે લાશ પડી, ત્યારે પણ કાર ન રોકી. નજીકમાં એક બાઈકને ધક્કો માર્યો. વિદ્યાર્થી ઈયરફોન લગાવી કાર ચલાવતો હતો.