દાહોદમાં પ્રેમ સંબંધમાં નડતા પતિની પત્નીએ કરી હત્યા, કાસળ કાઢી નાંખવા ઘડ્યો હતો જોરદાર પ્લાન, જાણો સમગ્ર વિગત..
ગત બીજી ફેબ્રુઆરીએ દાહોદના (Dahod news) ફતેપુરા તાલુકાના પીપલારા નદીના (fatepura) પુલ નીચેથી એક મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ કરતાં મૃતદેહ (dead body) વલૂંડા ગામના રમણભાઈ બરજોડનો હોવાનું ઓળખ થઈ હતી. તે સમયે મૃતકની પત્નીએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે મૃતક ઘરેથી બજાર જવા નીકળ્યા બાદ પરત ઘરે ન આવ્યા હોવાની વાત કરી હતી. પરંતુ મૃત્યુ શકાસ્પદ જણાતા પોલીસે ટેકનિકલ સોર્સ અને અન્ય બીજી રીતે તપાસ કરતા હત્યા પાછળ તેની પત્ની જ નીકળી હતી.
પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારો તેમજ પરિવારજનોના નિવેદનના આધારે શંકાના ઘેરામાં આવેલી મૃતકની પત્ની રેશમબેન ની અલગ અલગ રીતે પૂછપરછ કરતા પોતાનો ગુનો કાબુલી લીધો હતો.
મૃતકની પત્ની રેશમબેનને ફતેપુરા તાલુકાનાં ઘૂઘસ ખાતે રહેતા બોરીયાભાઈ પારગી સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સબંધ હતો જે વાતની જાણ મૃતક ને થતાં અનેક વખત બંન્ને પતિ પત્ની વચ્ચે ઝગડા તકરાર પણ થતાં હતા.
જેથી પ્રેમ સબંધમાં અડચણરૂપ પતિનું કાસળ કાઢી નાખવાનો પ્લાન તૈયાર કરી મૃતક બીમાર થતાં બીમારીનો લાભ લઈ તાંત્રિક વિધિથી મારી નાખવા અથવા અસ્થિર મગજ કરી નાખવા માટે રાજસ્થાનના ભુવા પાસે લઈ જવામાં આવ્યો હતો.
પરંતુ સફળતાના મળતા ફરીથી વિધિ કરવાના બહાને ફતેપુરા ના ડુંગરા ખાતે લઈ જઈ જમીન ઉપર સુવડાવી શરીર ઉપર ચાદર ઓઢાડી મૃતક ની પત્ની સહિત ચાર લોકો એ મળી તેનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી.
ત્યારબાદ મૃતદેહને મોટરસાયકલ ઉપર પીપલારા નદીના પુલ નીચે ફેકી દીધો હતો ફતેપુરા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી મૃતકની પત્ની-પ્રેમી સહિત ચારેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.”
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..