યુવક અને યુવતી ભાગી ગયા પરંતુ જેલ જવાનો વારો આવ્યો પોલીસ કર્મીને, જાણો કેમ?

Acb દ્વારા દાહોદમાં આવેલ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈને રૂપિયા 10,000ની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા છે. ભાગ્યા હતા છોકરા અને છોકરી પરંતુ એએસઆઈને રૂપિયાની લાલચ ભારે પડી અને acbના લપેટમાં આવી ગયા છે. આરોપી બદાભાઇ દલસિંગભાઇ ચૌહાણ, એ.એસ.આઇ, ડી-સ્ટાફ, દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આરોપીએ લાંચની માટે 10 હજાર રૂપિયાની માંગ કરી હતી અને લાંચ લેતા પકડાઈ ગયા છે.

એસીબીએ આ ટ્રેપ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રથમ માળે આવેલ ડી-સ્ટાફની ઓફીસ રૂમમાં કરી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદીના ભાઇની દિકરી બે મહિના અગાઉ છોકરા સાથે ભાગી ગઇ હતી જેનો પંચ રાહે જે તે વખતે સમાધાન કરી દાવા પેટે રૂપિયા નક્કી કર્યા હતા. નક્કી કરેલ રૂપિયા છોકરા પક્ષવાળાઓએ નહીં આપતા ચાર-પાંચ દિવસ પહેલા ફરિયાદીના ભાઈએ છોકરાપક્ષવાળાને પકડી તેમના ઘરે બેસાડી દીધા હતા. જે અંગે 17 નવેમ્બરના રોજ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી આરોપીનો ફરિયાદીના ભાઇ ઉપર ફોન આવેલ અને છોકરાને હાજર કરવા જણાવ્યું હતું.

જેથી ફરિયાદી તથા ગામના બીજા માણસો છોકરાને લઇ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને આરોપીને રૂબરૂ રજુ કરીને સમાધાન કરી છોકરા પક્ષવાળાએ છોકરી પક્ષને રૂપિયા એક લાખ દાવા પેટે આપવાના બાકી પૈસા આપ્યા હતા. જેથી આરોપી બદાભાઈએ ફરિયાદીને કહ્યું હતું કે તમારા કેસનો નિકાલ કરી આપેલ છે તો મને 20 હજાર રૂપિયા આપવા પડશે. ફરિયાદીએ થોડા ઓછા કરવાનું કહેતા 10 હજાર રૂપિયા નક્કી કર્યા હતા. જોકે આ રકમ ફરિયાદી આપવા માંગતો ન હતો જેથી એસીબીનો સંપર્ક કરતા એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી પાસે 10,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને સ્વીકારી પણ હતી.

બીજી બાજુ ગોધરામાં જેલ સહાયક જેલમાંથી મુક્ત થતા કેદીઓ પાસેથી રૂપિયા લેતા રંગે હાથ પકડાઈ ગયો છે. આરોપી જેલ સહાયક, વર્ગ-3 સબ જેલ ગોધરામાં ફરજ પર હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો