દાહોદમાં સગીરા પર 15 ઈસમો દ્વારા સામુહિક દુષ્કર્મ, વીડિયો અને ફોટા વાઈરલ કરી દેવાની ધાકધમકીઓ આપી હતી
દાહોદ શહેરમાં ૧૫ લઘુમતિ કોમના ઈસમોએ સગીરા ઉપર એક મહિનાના સમયગાળા દરમ્યાન સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ દાહોદ શહેર પોલીસ મથકે નોંધાઈ છે. આ ૧૫ ઈસમો ઉપરાંત ૨ મહિલાઓ પણ દુષ્કર્મના ગુનામાં આરોપીઓ સાથે સામેલ હોવાનું સામે આવ્યું છે.
દાહોદ શહેરમાંજ રહેતાં ૧૭ ઈસમો સામે એક સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસમાં ફ્રિયાદ નોંધાવા પામી છે. સગીરાના તેના વિડીયો, ફેટો સોશીયલ મીડીયામાં વાઈરલ કરી દેવાની ધાકધમકીઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ ઘટના વર્ષે ૨૦૧૯ની સાલમાં બની હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. આ કેસ એડીશનલ સેશન્સ કોર્ટ, દાહોદની ફરિયાદ આવતાં દાહોદ શહેર પોલીસે નોંધાવા પામી હતી. સમગ્ર ઘટનાને પગલે એક્શનમાં આવેલ પોલીસે આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે. આરોપીઓ દ્વારા સગીરાને બ્લેકમેઈલ કરતાં હોવાનું પણ સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
દાહોદ શહેરમાં દુષ્કર્મનો કિસ્સો સામે આવતાં સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદમાં રહેતી સગીરા ઉપર વર્ષ ૨૦૧૯માં તા.૨.૬.૨૦૧૯ થી તા.૨૫.૭.૨૦૧૯ એટલે કે એક મહિનાના સમયગાળા દરમ્યાન દાહોદ શહેરના નુર મસ્જીદ પાસે પિંજારવાડ, કસ્બા, પિંજારવાડ, મેમુ નગર ખેરૂનીશા મસ્જીદ પાસે ગોધરા રોડ, દાહોદ, આ વિસ્તારમાં રહેતાં ૧૭ જેટલા લઘુમતિ કોમના યુવકો જેમાં મતિ નયનભાઈ કાજી, નિજામ રાજુભાઈ કાજી, જુનેદ ઉફ્રે લલ્લી બાબુભાઈ શેખ, અબ્દુલ અજીજ ઉફ્રે અદુલ મોહમદ જાહીર કુરેશી, સાહીદબેગ ઉફ્રે સાહીદબાબા સબ્બીરબેગ ર્મિજા, મોઈનુદ્દીન ખતરી, અજરૂદ્દીન ખતરી, હસનબાબા, મઝહરકાજી, હૈદર કુરેશી, સહેબાજ શેખ, જાબીર સૈયદ, ઈશરાર ઉર્ફે ઈસ્સુ, ગુજ્જુ ઘાંચી મળી ૧૫ લઘુમતિ કોમના યુવકોએ સગીરા ઉપર તેના ઘરે તેમજ દાહોદ શહેરમાં અલગ અલગ સ્થળે અલગ અલગ સમયે દુષ્કર્મ ગુજાર્યું હતું.
દુષ્કર્મ ગુજાર્યાં બાદ આ બે મહિલાઓ સહિત ૧૭ ઈસમો સગીરાને શારિરીક અને માનસીક ત્રાસ પણ આપતાં હતાં વિડીયો તેમજ ફેટો આરોપીઓએ મોબાઈલ ફેન વિગેરેમાં ઉતાર્યાં બાદ તેને સોશીયલ મીડીયામાં વાઈરલ કરી દેવાની ધમકીઓ પણ સગીરાને આપી બ્લેકમેઈલ કરતાં હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત કોઈને કહીશ કે, પોલીસમાં ફ્રિયાદ આપીશ તો તને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આ આરોપીઓ સગીરાને આપતાં હતાં.
આ સમગ્ર મામલો દાહોદની એડીશનલ સેસન્સ કોર્ટમાં ફ્રિયાદ આવતાં દાહોદ શહેર પોલીસ મથકે તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ રજીસ્ટર થયેલ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બે થી અઢી વર્ષના લાંબા સમયગાળા દરમ્યાન ઉપરોક્ત ૧૭ ઈસમો વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..