આયુર્વેદ અને ડોક્ટરો પણ સલામ કરે છે દાદીમાના આ નુસખાઓને, અજમાવો!
પ્રાચીન સમયમાં ઋષિઓ દ્વારા આયુર્વેદિક ઈલાજ અને આપણા પૂર્વજો દ્વારા જુનવાણી નુસખાઓનો જ ઉપયોગ થતો હતો પરંતુ આજકાલ લોકો કોઈપણ સમસ્યા હોય લોકો એન્ટિબાયોટિક્સ અંગ્રેજી દવાઓ લેવાનું વધુ પસંદ કરતાં હોય છે કારણ કે આજની પેઢીને આપણા જુનવાણી નુસખા વિશે જાણ હોતી નથી. જોકે અંગ્રેજી દવાઓનું સેવન કરવાથી તરત રાહત તો મળે છે પરંતુ લાંબા ગાળા આ દવાઓનું સેવન કરવાથી તેના સાઇડઇફેક્ટ પણ થાય છે. જેથી જો તમે સ્વાસ્થ્યથી જોડાયેલી નાની-મોટી બધી સમસ્યાઓને કારણે વારંવાર હેરાન થતા રહો છો તો ગભરાવવાની જરૂર નથી, આજે અમે તમને આ નાની-નાની સમસ્યાઓને છુમંતર કરી દેતા કેટલાક દાદીમાંના સર્વશ્રેષ્ઠ જુનવાણી અને દેશી નુસખા બતાવવાના છે. જે એકદમ સસ્તા, સરળ અને ઘરમાં જ સરળતાથી કરી શકો તેવા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
શરીરનું આટલું ધ્યાન રાખો
-પુષ્કળ પાણી પીવું જેથી સ્વયંને ડિહાઇડ્રેટ થતા રોકી શકાય. પાણી શરીરની દરેક ક્રિયાઓ માટે ઉપયોગી છે. તે શરીરના તાપમાનને સમતલ રાખે છે.
-આહારમાં ખાટા-મીઠા ફળ જેવા કે સંતરા, મોસંબી, પાઇનેપલ, કિવી, સ્ટ્રોબેરી, બેરીઝ, દ્રાશ્ર, કેળા, સફરજન, ચેરી વગેરેનો સમાવેશ કરવો.
-એક-બે ગ્લાસ શાકનો તાજો રસ અથવા સૂપ લેવું, આ રસ અથવા સૂપ રાતના ડિનર પહેલા લેવું. શાકમાં કોબી, ટામેટા, ગાજર વગેરે લેવા.
-રોજિંદા વપરાશમાં તેજાનાનો ઉપયોગ નહીંવત કરવો. તેજાના એસિડિટી કરે છે તેના કારણે વ્યક્તિ ચિડિયું થઇ જાય છે. અડધા ગ્લાસ પાણીમાં એક ચમચી લીંબુનો રસ ભેળવી નિયમિત પીવું.
-રાતનું જમવાનું વધારે પડતું ભારી તેમજ મસાલાયુક્ત ન હોવું જોઇએ. તેમજ વઘુ પડતા કાર્બોહાઇડ્રેટયુક્ત ખાદ્યપદાર્થો જેમકે બ્રેડ, પાસ્તા, સફેદ ચોખા, દાળ ખાવાનું પ્રમાણ નહીંવત રાખવું.
-તેલયુક્ત ખાદ્યપદાર્થો, જંકફૂડ અને સાકર આરોગવાનું ટાળવું.
-ચોકલેટ, કેક, ડેઝર્ટ તેમજ કેફીન, એરિટેડ પીણાંનું પ્રમાણ નહીવત કરવું.
-જંડફૂડને ત્યજી સ્વાસ્થ્યવર્ધક નાસ્તા જેવા કે નટ્સ અથવા ફળ તેમજ શેકેલા ચણા લઇ શકાય.
-શક્ય હોય ત્યાં સુધી પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળવું તેમાં પ્રિઝર્વેટિવ તેમજ અપ્રાકૃતિક રંગ હોવાથી નુકસાનકારક સાબિત થાય છે.
-ભૂખ લાગે ત્યારે જ ખાવું અડઘું પેટ ભરાઇ જાય એટલે ખાતા અટકી જવું.
-રોજિંદા આહારમાં મીઠુ તથા તેલનું પ્રમાણ નહીવત રાખવું.
સ્કિન એલર્જીથી બચવાના ઉપાયો
સ્કિન એલર્જી થવાના કારણો એક કરતાં વધુ હોઇ શકે છે. તે સૂર્યની ગરમીના લીધે થઇ શકે છે કે પછી કપડાં કે કોઇ ચોક્કસ પ્રકારના શાકભાજીને કારણે પણ. આપણી ત્વચા બહુ સંવેદનશીલ હોય છે માટે તેના પર આવી વસ્તુઓની અસર બહુ જલ્દી પડે છે. આમ તો આવી એલર્જી સમય પસાર થતાં આપોઆપ મટી જતી હોય છે, પણ તેની જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો ક્યારેક તે વધી પણ શકે છે. માટે જરૂરી છે આવી એલર્જીને જડમાંથી દૂર કરવાની.
કેટલાંક ઘરેલું ઉપચારો
પાણી – પાણી એ ઘણાં બધાં રોગોનો ઇલાજ છે. શક્ય તેટલી માત્રામાં વધુ ને વધુ પાણી પીઓ. વાસ્તવમાં પાણી પીવાથી શરીરની ગંદકી પેશાબ મારફતે બહાર નીકળી જાય છે. સ્કિન એલર્જીનો આ સૌથી ઉત્તમ પ્રાકૃતિક ઇલાજ છે.
તેલ લગાવો :- ત્વચા પર ગરમ-ગરમ નારિયેળનું તેલ લગાવો અને રાતભર તેને ત્વચા પર લાગેલું જ રહેવા દો. આનાથી એલર્જીવાળી ત્વચા નીકળી જશે અને સાથે આ રીત એન્ટીબેક્ટેરિયલ હોવાથી ત્વચા સંપૂર્ણપણે એલર્જીરહિત બની જશે.
લીમડાની પેસ્ટ :- લીમડો એન્ટીબેક્ટેરિયલ હોય છે માટે તે કોઇપણ ત્વચા સંબંધિત બીમારીને દૂર કરી શકવાની ક્ષમતા ધરાવે છે. એલર્જી દૂર કરવા માટે કડવા લીમડાના પાંદડાને 6થી 8 કલાક માટે પાણીમાં પલાડી રાખો. બાદમાં તેને પીસી લો. ત્વચા પર આ પેસ્ટને 30 મિનિટ સુધી લગાવેલી રાખો. બાદમાં તેને પાણીથી સાફ કરી લો.
ખસખસ :- મિક્સરમાં ખસખસને ગ્રાઇન્ડ કરો અને તેમાં લીંબુનો રસ નાંખો. આ પેસટને એલર્જીવાળી ત્વચા પર લગાવો. આનાથી ધીમે-ધીમે તમારી એલર્જી મટી જશે.
સ્નાન :- આ પણ એક પ્રકારનો ઘરેલું નુસ્ખો છે જેનાથી સ્કિન એલર્જી સંપૂર્ણપણે દૂર થઇ જાય છે. પણ હા, યાદ રાખો ત્વચાને લગતી કોઇપણ પ્રકારની એલર્જીનો સામનો કરી રહ્યા હોવ ત્યારે ગરમ પાણીથી નાહવાનું ટાળો કારણ કે આનાથી વધારે બળતરા, ખંજવાળ, બેચેની થઇ શકે છે. ઠંડું પાણી એલર્જીમાં રાહત પહોંચાડે છે માટે ઠંડા કે હુંફાળા પાણીથી નાહવાનું રાખો.
આ ટિપ્સ માત્ર પ્રાથમિક સારવાર માટે જ છે, ગંભીર તેમજ વારંવાર થતી સ્કિન એલર્જી માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
ત્વચાંની કાળજી આ રીતે રાખો
-દરેક એવું ઇચ્છે કે તે સુંદર અને યુવાન લાગે. તેની ત્વચા હંમેશા સ્વસ્થ અને ચમકતી રહે. ચહેરાની સુંદરતા વધારવા માટે આપણે નિત- નવા પ્રયોગ કરવામાં પણ પીછેહઠ કરતા નથી.પરંતુ ત્વચા વિશેષજ્ઞ અને આપણા દાદી -નાનીની આ સલાહ પણ માનવા જેવી છે જેથી ત્વચાને હંમેશા યુવાન અને સ્વસ્થ રાખી શકીએ.
-સુંદર ત્વચા માટે કોસ્મેટિક પ્રોડકનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઇએ. કહેવાય છે કે ઘરગથ્થુ નુસખા અપનાવવાથી સ્કિન સારી રહે છે.
કેટલીક ઉપયોગી ટીપ્સ જે ત્વચાને રાખશે સ્વસ્થ
-મધમાં લીંબુનો રસ ભેળવીને લગાડો.
– ચણાનાં લોટમાં દહીં, મધ, મુલતાની માટી અને હળદર મિક્ષ કરી તેનું ઉબટન લગાડો.
-કાચા દૂધથી ત્વચા પર મસાજ કરો. તેનાથી ત્વચાનો મેલ નીકળી જાય છે.
– નિયમિત રીતે નાળિયેર પાણી પીવાથી શરીરમાં રહેલો કચરો દૂર થાય છે અને ત્વચા ચમકે છે.
– મોસંબીનો અને જ્વારાનો રસ પીવાથી ત્વચા સ્વસ્થ રહે છે.
– બિનજરૂરી સાબુ, શેમ્પૂ, કેમિકલ યુક્ત ચીજો વપરાશમાં ન કરવો.
-આહારમાં લીલા શાકભાજી ,ફળો તેમજ દૂધ-દહીંનો ઉપયોગ કરો.
– દરરોજ 10-12 ગ્લાસ પાણી પીવો.
આટલું કરશો તો તમારી ત્વચા હંમેશા ચમકતી રહેશે.
સ્ત્રીઓની વધતી ઉંમર માટે ખાસ દેશી ઉપાય
-દરેક ઉંમરની સ્ત્રીને સપનું હોય છે કે તે સુંદર દેખાય. તેના માટે તે ઘણાં બધાં નુસખા પણ અજમાવતી હોય છે તો અમે પણ વધતી જતી ઉંમરને રોકી લેવા માટે અને તેને વધારે સુંદર દેખાવા માટે અહી ં કેટલાક નુસખા આપ્યા છે તો અજમાવો
30-40 વર્ષની ઉંમર માટે-
– ત્વચાને દરરોજ ઠંડા મિલ્કથી સાફ કરો. આનાથી તમારા ચહેરા પર જામેલી દિવસભરની ગંદકી નીકળી જશે તેમજ ત્વચાના રોમછિદ્રો પણ ખુલી જશે.
– ચહેરા પર મેકઅપનો પ્રયોગ ઓછો કરો. અઠવાડિયામાં એક વખત ત્વચામાં કસાવ લાવવા માટે મુલતાની માટીનો પ્રયોગ કરો.
– ત્વચાની સુંદરતાને જાળવી રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું 10 ગ્લાસ પાણી અવશ્ય પીવો. ફળ શાકભાજીનું ભરપુર માત્રામાં સેવન કરો.
40થી 50 વર્ષની ઉંમર
– બદામના તેલથી ચહેરાની માલિશ કરો.
– ઈંડાની સફેદી ચહેરા પર લગાવો અને તેને 10-15 મિનિટ સુધી રહેવા દઈને નવશેકાં પાણીથી ચહેરાને ધોઈ લો. આનાથી તમારી ત્વચામાં કરચલીઓ આવતી નથી.
– નિયમિત યોગાભ્યાસ અને વ્યાયામ તમારી ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે જરૂરી છે.
– સૂર્યની અલ્ટ્રાવાયલટ કિરણોથી ત્વચાને બચાવવી.
50થી વધારે ઉંમર
50 વર્ષની ઉંમર સુધી પહોચતાં પહોચતાં તો ઘણી મહિલાઓ નાની અને દાદી બની જાય છે તો તમારે જો નાની અને દાદી જેવા ન દેખાવું હોય તો તમારી ત્વચાની સંભાળ રાખો અને નીચે આપેલા નુસખા અજમાવો
– ત્વચાને નવજીવન આપવા માટે આખા શરીર પર જેતુન અને બદામના તેલની માલિશ કરો.
– ત્વચાની અંદર કસાવટ લાવવા માટે ઈંડાની સફેદીમાં બે ચમચી મધ કે મુલતાની માટી ભેળવીને ચહેરા પર લગાવો.
– ઈંડાની સફેદીમાં બે ચમચી દૂધનો પાવડર ભેળવીને લગાવો. થોડીક જ ક્ષણોમાં તમારી ત્વચા મુલાયમ અને સુંદર દેખાવા લાગશે.
– નિયમિત યોગ અને ધ્યાન કરો.
– તાજા ફળ અને શાકભાજીનું વધારે પ્રમાણમાં સેવન કરો.
ઉંમર ભલે ગમે તેટલી હોય પરંતુ ત્વચાની સરખી રીતે સાર-સંભાળ કરવી જરૂરી છે. તડકો, ગરમી, પ્રદૂષણ વગેરેથી ત્વચાને બચાવો. ભોજનની અંદર તળેલા પદાર્થનો ઉપયોગ ઓછો કરીને પોષક તત્વોનો પ્રયોગ વધારે કરો.
અન્ય કેટલાક ઉપયોગી નુસખા
– ત્વચા વઘુ તૈલીય થઈ ગઈ હોય તો, તેના પર તરબૂચના છોતરાથી દસ મિનિટ સુઘી માલિશ કરવાથી તમારી ત્વચા નિખરી ઉઠશે.
– આંખોની આસપાસ કાળા ડાઘ પડી ગયા હોય તો બટાટાના ટુકડા તેની ઉપર ઘસવુ જોઈએ અથવા ગાજરના રસમાં કાકડીને છીણીને આ પેસ્ટને આંખની આસપાસ લગાવવાથી કાળા ડાઘ દૂર થઈ જશે.
– પપૈયાના છાલને નિયમત ચેહરા પર લગાવવાથી ચેહરા પર ચમક આવી જાય છે.
– હાથપગના ચીરામાં લીંબુનો રસ નાખેલુ કોપરેલ લગાવવાથી રાહત મળે છે.
– હાથપગને રોજ જેતુનના તેલથી માલિશ કરવાથી તેમની ચમક બની રહે છે.
– પેટની ડૂંટીમાં રોજ રાતે સૂતા પહેલા દેશી ઘી લગાવવાથી હોઠ ગુલાબી બને છે.
– એક ચમચી મલાઈમાં બે ટીપાં લીંબુનો રસ, ચુટકીભર હળદર, બે ટીપા સરસિયાનુ તેલ નાખીને આ પેસ્ટથી ચેહરા પર માલિશ કરવામાં આવે તો ચેહરો ખીલી ઉઠે છે.
સૌંદર્ય વધારનાર ટિપ્સ
– ચહેરા પર વ્હાઇટ હેડ્સ દૂર કરવા માટે સાબુના ફીણમાં મીઠું ભેળવીને ઘસો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખો.
– તૈલી ત્વચા હોય તો જવના લોટમાં દહીં, મધ અને વાટેલી બદામ ભેળવીને ચહેરા પર લગાવો. પાંચ મિનિટ બાદ ધોઇ નાખો
– એક બટાકાના રસમાં ગાજરનો અને કાકડીનો રસ ત્રણ-ત્રણ ટીપાં ભેળવી લગાવવાથી ડાર્ક સર્કલ્સ દૂર થાય છે
-ગરદન કાળી પડી ગઇ હોય તો પાકા પપૈયાનો માવો રોજ સ્નાન કરતાં પહેલાં ઘસવાથી રંગ ગોરો બનશે.
સુંદરતાના પાંચ રહસ્યો
– હળદર: હળદરનો પ્રયોગ સદીઓ થતો આવ્યો છે. હિન્દુ લોકો આને ખૂબ શુભ માને છે અને દરેક પૂજા કાર્યમાં પ્રયોગ કરે છે. હળદર દ્વારા તમે ચહેરાની કાળાશ સ્ક્રિન રેશિસ, કરચલીઓ અને ચહેરા પર ઉગેલા વાળને દૂર કરી શકાય છે.
– કેસર: આ ભારતીય મસાલો કાશ્મીરની ખાડીમાં ઉગાડવામાં આવે છે. ગર્ભવતી મહિલા દૂધમાં રોજ કેસર નાખીને પીએ તો બાળક રૂપાળું આવે છે. કેસર કોઈપણ રીતે આરોગવાથી લોહી સાફ થાય છે અને ચહેરો ચમકે છે.
– બેસન: જૂના જમાનામાં બેસનને સાબુના સ્થાને વાપરવામાં આવતુ હતુ. તેનાથી ઉબટન તૈયાર કરવામાં આવે છે, જે ત્વચાને સાફ કરી તેમાં નિખાર લાવે છે. આ ઉપરાંત તેના ફેસ પેક બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. જેનાથી કરચલીઓ અને ખીલ દૂર થાય છે.
– ગુલાબજળ: ગુલાબજળના અનેક ફાયદા છે. જેવી કે ત્વચાને નિખારવી, આ દરેક પ્રકારની ત્વચા પર અસર કરે છે. જો તમે આંખો નીચેના ડાર્ક સર્કલ દૂર કરવા માંગતા હોય તો ગુલાબજળ તેના પર જાદુ કરી શકે છે. ઓઈલી સ્ક્રિન પર ગુલાબજલ લગાડવાથી તેલ અને જામેલી ગંદકી સાફ થઈ જાય છે.
-ચંદન: ચંદનના ઝાડનું ધાર્મિક મહત્વ છે. આને સૌદર્ય અને દવાના કામોમાં વાપરવામાં આવ છે. જો ચહેરા પર બ્લેકહેડ, પિંપલ કે દાગ પડ્યા છે તો તેને ફેસ પેકમાં મિક્સ કરીને લગાવો જરૂર ફાયદો થશે. ગરમીમાં શરીર પર ચકામા પડે તો આનો ઠંડો લેપ રાહત આપે છે.
વાંકડિયા વાળની માવજત
વાંકડિયા વાળ રૂક્ષ લાગતા હોય છે, તેમાં જલદીથી વાળ દ્વિમુખી થઈ જાય છે. જો તમે પણ આવી જ સમસ્યાથી પીડાતા હો તો કર્લી વાળની સંભાળ માટે આ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો
– કર્લી વાળને વાંરવાર ધોવાનું ટાળો. જ્યારે વાળ ધૂઓ તે પહેલા તેલ માલિશ કરવાનું ચૂકતા નહીં.
– તમારા વાળની પ્રકૃત્તિ સાથે સેટ થાય તેવા જ શેમ્પૂ અને કન્ડીશનરની પસંદગી કરો. એવા કેમિકલની પ્રોડક્ટથી બચો જે તમારા વાળની સમસ્યાને વધારે.
– વાળમાં નિયમિત આછું તેલ લગાવી હળવા હાથે મસાજ કરવું.
તમારા હોઠની સુંદરતા વધારો
– જો તમારા હોઠ હંમેશાં સૂકા રહેતા હોય તો થોડી મલાઇમાં ચપટી હળદળ લગાવી હોઠ પર રગડો.
– હોઠ પર પોપડી બાઝતી હોય તો બદામના તેલની માલિશ કરો.
– ગુલાબનાં પાન પીસી તેમાં ગ્લિસરીન મેળવી આ મિશ્રણ હોઠ પર લગાવો. હોઠ ગુલાબી અને કોમળ બનશે.
– માખણમાં કેસર મેળવી હોઠ પર ઘસવાથી હોઠ હંમેશાં રસીલા તથા ભરાવદાર લાગશે.
ઉધરસ- 20 ગ્રામ ઘઉંના દાણામાં મીઠું ભેળવી 250 ગ્રામ પાણીમાં ઉકાળો જ્યા સુધી પાણીનું પ્રમાણ 1/3 ન રહે. બાદમાં આ ગરમ ગરમ પાણી પી લો. સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી આપની વર્ષો જુની ઉધરસ દુર થાય છે.
એસીડીટી- 80 ગ્રામ ઘઉંને રાત્રે પાણીમાં પલાળી દો સવારે તેને સારી રીતે પીસી લો. તેમાં થોડી ખાંડ મેળવી લો. ઘઉંના આ રસને પાણીમાં મેળવીને પીવાથી એસીડીટીની સમસ્યા દુર થાય છે એટલું જ નહીં કિડનીના રોગમાં પણ રાહત મળે છે.
હાડકા મજબુત બનાવે છે-એક મુઠ્ઠી ઘઉંને તવા પર શેકી લો. અને બાદમાં તેનો ક્રશ કરી લો. આ અઘકચરા લોટની અંદર મધ મેળવીને ચાટવાથી હાડકા મજબુત બને છે.
યાદશક્તિ વધારે છે ઘઉં- ઘઉંના લોટમાંથી બનતી રાબમાં બદામ મેળવીને પીવાથી યાદશક્તિ વધે છે.
વર્કિંગ વુમન માટે ત્વચાની સંભાળ
પાણી – પાણી પીવાથી વાળ તથા ત્વચા મજબૂત અને ચમકદાર બને છે. પાણી શરીરની બધી ગંદકી બહાર કાઢી દે છે જેનાથી એ ત્વચા હંમેશા ચમકતી રહે છે. તેથી હંમેશા વધારે પાણી પીવાનું રાખો.
ડાયટ – થોડો સમય પોતાના સ્વાસ્થ્ય માટે પણ કાઢો. વર્કિંગ વુમન એ બહુ સારી રીતે જાણે છે કે જો તેની અંદર એનર્જી છે તો તે પોતાનું કામ વધુ ઊર્જા સાથે કરી શકે છે. એટલા માટે જરૂરી છે કે તમે તમારા ભોજનમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળ સામેલ કરો, જેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે અને ત્વચા પણ.
ત્વચાની કાળજી લેવી જરૂરી બની જાય છે. આપણી ત્વચા તાપ, ધૂળ અને બીજાં અનેક પ્રકારનાં પ્રદૂષણને સહન કરતી હોવાથી ધીરે ધીરે ત્વચાની કોમળતા છીનવાઈ જાય છે અને ત્વચા સૂકી અને નિસ્તેજ બની જાય છે. ત્વચાની કોમળતાને જાળવી રાખવા તેની કાળજી લો…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..