અમદાવાદ: કિશોરીઓના નગ્ન ફોટો મંગાવી બ્લેકમેઇલ કરનાર આરોપી પકડાયો, અત્યાર સુધીમાં 10થી વધુ સગીરાને ટાર્ગેટ બનાવી, આવી રીતે સગીરાને ફસાવતો

સોશિયલ મીડિયા પર સગીર વય બાળકીઓને ફસાવીને અશ્લિલ માંગણી કરનારા યુવકની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં 10થી વધુ સગીરાને ટાર્ગેટ બનાવી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવેલા આરોપી શૈલેષ ઉર્ફે સાહિલ લુખાડા એક, બે નહીં પણ અનેક સગીરાઓને પોતાની જાળમાં ફસાવી બીભત્સ ફોટો-વીડિયો મેળવી લઈ પૈસાની માંગણી કરતો હતો.

આરોપી શૈલેષે પશ્ચિમ વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી તેની પાસેથી બીભત્સ ફોટો મેળવી લીધા હતા. આ પછી આરોપી શૈલેષે સગીરા પાસે 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જોકે સમગ્ર ઘટનાની જાણ સગીરાના માતા-પિતાને થતાં જ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી આરોપી શૈલેષની આણંદથી ધરપકડ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પકડાયેલ આરોપી શૈલેષે ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ છે અને જીઆઇડીસીમાં ફેકટરીમાં છૂટક મજૂરી કરે છે. છેલ્લા એક વર્ષથી આરોપી શૈલેષ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પરથી સગીર વયની બાળકીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને તેની સાથે મિત્રતા કેળવી તેને ફોસલાવી સગીરાના બીભત્સ ફોટો-વીડિયો મંગાવી પૈસાની માંગણી કરતો હતો.

આરોપીના મોબાઇલમાંથી અનેક બાળકીઓના બીભત્સ ફોટો-વીડિયો મળી આવ્યા છે. જેને લઈ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી છે. ઓનલાઇન કલાસીસ હોવાના કારણે નાની ઉંમર બાળકો મોબાઇલનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. જે બાળકો સોશિયલ મીડિયા પર હોવાથી તેનો દુરઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે માતા-પિતાએ ચેતવાની જરૂર છે કે પોતાનો બાળક કોઈનો શિકાર ન બની જાય.

આ મામલે સાયબર ક્રાઇમના અધિકારીનું કહેવું છે કે આ મામલો ખુબ જ ગંભીર છે અને બાળકોએ મોબાઈલ ફોન ઉપયોગ કરતા ધ્યાન રાખવું જોઈએ. બાળકો ની સાથે સાથે માતા પિતાએ પણ બાળકો મોબાઈલમાં શુ કરે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. માતા-પિતાએ બાળકો પર નજર રાખવી જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો