દહીં વાળ માટે છે વરદાન સમાન, આ હેર પેકનો પ્રયોગ કરશો તો ડેન્ડ્રફ, હેર ફોલ, વાળ તૂટવાની સમસ્યા તરત જ દૂર થઈ જશે

બદલાતી સીઝનમાં વાળ સંબંધી સમસ્યાઓ પુષ્કળ વધી જતી હોય છે. જેથી હોમમેડ હેરપેક વાળ માટે બેસ્ટ માનવામાં આવે છે. ચાલો જાણી લો દહીંના હેર પેક વિશે.

આ સીઝનમાં વાળનું થોડું વધુ ધ્યાન રાખવું જરૂરી છે. આ સીઝનમાં તમે વાળને હેલ્ધી રાખવા માટે દહીંનો ઉપયોગ કરી શકો છો. દહીં માત્ર ખાવા માટે જ નહીં પણ લગાવવા માટે પણ બહુ જ અસરકારક છે. તેનાથી વાળ ખરવાથી લઈને વાળ તૂટવા, બેજાન વાળની સમસ્યા દૂર થાય છે અને વાળ સુંદર અને મજબૂત બને છે.

ડેન્ડ્રફ દૂર કરવા
વાળમાં ડેન્ડ્રફના થર ઘણાં લોકોમાં જોવા મળે છે. આ સમસ્યા માટે ઘરમાં દહીં પેક લગાવવાથી વાળ પર તે ગજબની અસર કરે છે. તેના માટે તમારે 5 ચમચી દહીંમાં 1 ઈંડુ મિક્સ કરવું અને તેને વાળમાં અને મૂળમાં લગાવી 2 કલાક રાખી હેઅર વોશ કરી લેવા.

દહીં પેક લગાવવાથી વધે છે વાળ
જો તમારા વાળનો ગ્રોથ રોકાય ગયો હોય તો એકવાર દહીંના માસ્કનો ઉપયોગ અવશ્ય કરો. દહીંમાં જાસૂદના ફૂલના પાન અને થોડાં ટીપાં નારિયેળના તેલના મિક્સ કરીને લગાવો. પછી 2 કલાક બાદ વાળ ધોઈ લો. સપ્તાહમાં 2વાર આ ઉપાય કરો.

વાળની ચમક વધારે છે દહીં
દહીંમાં કાળા મરીનો પાઉડડ નાખીને તેનો પેક લગાવવાથી વાળ શાઈની બને છે અને ડેન્ડ્રફમાં પણ ફાયદો થાય છે. આ લગાવી પછી 2 કલાક બાદ વાળ ધોઈ લો. સપ્તાહમાં 2વાર આ ઉપાય કરો.

વાળને મુલાયમ બનાવવા માટે
મુલાયમ અને લાંબા વાળ બધાંને જોઈતા હોય છે. તેના માટે મેંદીમાં દહીં મિક્સ કરીને તેને વાળમાં 1 કલાક માટે લગાવો. પછી હેઅર વોશ કરી લો. સપ્તાહમાં 1 વાર આ ઉપાય કરો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો