શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન – રાજકોટ ખાતે યોજાયેલ GPSC CLASS 1-2 પરીક્ષા માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું ભવ્યાતિભવ્ય સન્માન સમારોહ તેમજ GPSC ક્લાસ 1-2 માર્ગદર્શન સેમીનારમાં ૧૩૦૦+ વિદ્યાર્થીની હાજરી

રાજકોટ ખાતે છેલ્લા 4 વર્ષથી કાર્યરત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન સરકારી પરીક્ષાઓના કોચિંગ આપે છે, આ સંસ્થા દ્વારા ભૂતકાળમાં કઈ-કેટલાય વિદ્યાર્થીઓએ સરકારી પરીક્ષા પાસ કરી છે. ત્યારે તાજેતરમાં જ લેવાયેલ GPSC ક્લાસ 1-2 પરીક્ષામાં પણ સૌરાષ્ટ્રમાં એકમાત્ર શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન – રાજકોટ પરિણામ બાબતે અવલ્લ રહ્યું છે.

10 વિદ્યાર્થીઓ જેવાકે આસ્થા ડાંગર, જીજ્ઞેશ તન્ના, ઋતુ રાબા, સાગર પનસારા, પુજા ભરડવા, રમજાન જાફરાની, અક્ષર વ્યાસ, હેતલ મકવાણા, રૂતુશ્રી ભંડેરી, કમલેશ કરમટા તેમજ GPSC CTO-AO CLASS-2 પાસ કરનાર પ્રદિપ વસોયા, મનિષા પરમાર, કાવઠિયા મિલન, જયેશ ખાચર તેમજ GPSC CLASS-2 (INDUSTRIAL SAFETY & HEALTH OFFICER) પાસ કરનાર નિરવ ગલાની એ જ્વલંત સફળતાઓ મેળવી છે.

ત્યારે સંસ્થા દ્વારા આ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, જેમાં સંસ્થાના પ્રમુખશ્રી વલ્લભભાઈ સતાણી, માનદ મંત્રીશ્રી ઝવેરભાઈ બુધેલીયા, સહમંત્રીશ્રી જી.એલ રામાણી, ખજાનચીશ્રી મગનભાઈ અંટાળા, ટ્રસ્ટીશ્રી બાબુભાઈ અસલાલીયા, શ્રી વિઠ્ઠલભાઈ વાગડિયા, શ્રી હંસરાજભાઈ ગજેરા, શ્રી પ્રવિણભાઈ પટેલ, શ્રી ભીખા વિરાણી, શ્રી જગજીવનભાઈ સખીયા, શ્રી હરેશભાઈ પરસાણા, શ્રી જીતુભાઈ વસોયા, શ્રી તુષારભાઈ લુણાગરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. આ ઉપરાંત એમને માર્ગદર્શન પૂરું પાડનાર માર્ગદર્શક ઓફિસરો જેમકે એ.ડી.પરમાર(Additional Treasury Officer), શૈલેશભાઈ સગપરીયા(નાયબ નિરીક્ષક લોકલ ફંડ ઓડીટ-રાજકોટ), ડૉ. મેહુલ બરાસરા(ડેપ્યુટી કલેકટર-રાજકોટ), ધારા ભાલારા(ડેપ્યુટી કલેકટર-અમદાવાદ) પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ફેકલ્ટીઓ હિતેશ ભટ્ટ, દીપક પટેલ, ડો. તેજ બાણુગરિયા, વિરલ શુક્લા, દિપાલીબેન ગોસ્વામી, જુવાનસિંહ જાડેજા, ભાવિનભાઈ રાદડિયા, સમીર માણેક, ડો. હિરેન જોગી, ને પણ નવાજવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એકેડમીક હેડ શ્રી ધવલભાઈ સંખાવરા એ કર્યું હતું.

એંકર તરીકે સંસ્થાની વિદ્યાર્થીનીઓ નિશા કોટેચા અને મેઘના સોજીત્રા એ મહત્વની ભૂમિકા ભજવી હતી. સાથે કાર્યક્રમ ને સફળતા પૂર્વક પૂર્ણ કરવા શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના તમામ સ્ટાફ એ મહત્વની ભૂમિકા ભજવી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો