જમ્મુ કાશ્મીરમાં ભૂખ્યા બાળકોનો પોકાર સાંભળીને સામે આવ્યો સુરક્ષા દળોનો નવો અવતાર, CRPF જવાનો બર્ફીલા રસ્તે 12 કિ.મી. ચાલીને ભૂખ્યા બાળકો માટે ભોજન લાવ્યા
આ કિસ્સો બીજી જાન્યુઆરીનો છે, પરંતુ તે રવિવારે સામે આવ્યો. સીઆરપીએફની હેલ્પ લાઈન પર સાંજે 5:30 વાગ્યે એક મહિલાનો ફોન આવ્યો કે, તેનો પરિવાર જમ્મુ-શ્રીનગર હાઈવે પર ટ્રાફિક જામમાં ફસાયો છે, બાળકો ભૂખ્યા છે, કંઈક મદદ કરો. આસિફા નામની આ મહિલાનો ફોન આવતા જ સીઆરપીએફ 167 બટાલિયનની ડી કંપની તુરંત નીકળી પડે છે અને બર્ફીલા રસ્તા પર 12 કિ.મી. ચાલીને એ પરિવારને ભોજન પહોંચાડે છે. ભોજન પહોંચાડનારી ટીમના ઈનસ્પેક્ટર રઘુવીર સિંહ સાથે ભાસ્કરના ઈશ્ફાક-ઉલ-હસને વાત કરી. વાંચો આ વાત રઘુવીર સિંહની શબ્દોમાં.
બાળકોનું સ્મિત જોઈને અમને સંતોષ થયો
CRPFના ઈન્સ્પેક્ટર રઘુવીર સિંહે જણાવ્યું હતું કે, અમને સાંજે 5:30 વાગ્યે સૂચના મળી કે, હાઈવે પર જામમાં એક પરિવાર ફસાયો છે, જેમાં બે બાળક છે. તેમને ભોજન પહોંચાડવાનું છે. અમને આવા કામનો અંદાજ ન હતો. ખેર, અમે છ લોકોની ટીમ બનાવી. દાલ-ચાવલ, અઢી લિટર દૂધ, છ લિટર ગરમ પાણી, ફળો, બિસ્કિટના પેકેટ્સ લઈને નીકળી પડ્યા. બે કિ.મી. ચાલતા અમે લાંબો ટ્રાફિક જામ જોયો, પરંતુ એ પરિવાર સુધી પહોંચવામાં 12 કિ.મી ચાલવું પડ્યું. અમારી પાસે તેમનો ફોન નંબર હતો. એટલે શોધવામાં મુશ્કેલી ના પડી. તેઓ ભૂસ્ખલનના કારણે ફસાયા હતા. તેમના 3-4 વર્ષના બે બાળક હતા. અમે દિલાસો આપ્યો અને કહ્યું કે, ગભરાઓ નહીં, ભોજન આવી ગયું છે. આ સાંભળીને તેમના મોં પર ચમક આવી. બાળકોના મોં પર હાસ્ય આવ્યું. એ ખૂબ મોટા સંતોષની ક્ષણ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..