પુલવામા જેવા આત્મઘાતી હુમલા પછી પણ CRPF જવાનોની નિઃસ્વાર્થ સેવા તો જૂઓ!
પુલવામા હુમલા બાદ દેશના અલગ અલગ વિસ્તારોમાં રહીને અભ્યાસ કરતા અનેક કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણુક કરવાના બનાવ સામે આવ્યા છે ત્યારે આવા 250 જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓ માટે CRPF મદદગાર બન્યું છે. CRPFની હેલ્પલાઇન ‘મદદગાર’એ આ વિદ્યાર્થીને મદદ કરી એટલું જ નહીં તેમને કાશ્મીર વેલીના ગામડાઓમાં તેમના ઘર સુધી સુરક્ષીત પણ પહોંચાડ્યા હતા.
પોતાની કથીત કનડગતનું જણવી પરત કાશ્મીર ચાલ્યા ગયા વિદ્યાર્થીઓ
આ વિદ્યાર્થીઓમાં મોટાભાગના દક્ષિણ કાશ્મીર સ્થિત જિલ્લાના રહેવાવાળા છે અને દેશના અલગ અલગ વિસ્તારોમાં રહીને અભ્યાસ કરે છે. કથીત રીતે પોતાને હેરાન પરેશાન કરવામાં આવ્યા હોવાનું જણાવીને પોતાના ગામે પરત ફરવા માટે સોમવારે રાતે આ વિદ્યાર્થીઓ જમ્મૂ પહોંચ્યા હતા. જ્યાંથી CRPF દ્વારા તેમને પોતાના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.
CRPFની ખાસ કાશ્મીરી નાગરીકો માટેની મદદલાઈન
મદદગાર CRPFની એક 24×7 હેલ્પલાઇન છે. જે દેશના અલગ અલગ વિસ્તારોમાં ફંસાયેલા કાશ્મીરી નાગરીકોની મદદ કરે છે. મદદગારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જાણાકારી આપતા જણાવ્યું હતું કે તેમની મદદથી પોતાના ઘરે સુખરુપ પહોંચેલા વિદ્યાર્થીઓ મોટાભાગે ચંડીગઢ, દહેરાદૂન અને દિલ્હીમાં રહે છે.
સુરક્ષાને લઇને ચિંતિત છે કાશ્મીરી વિદ્યાર્થીઓ
પુલવામા હુમલા બાદ CRPFની મદદગાર હેલ્પલાઇને પર લગભગ 60-70 ફોન આવી રહ્યા છે. આ કોલ્સ દેશના અન્ય ભાગોમાં કે મોટા શહેરોમાં રહીને જોબ કરતા કે ભણતા કાશ્મીરી નાગરીકો દ્વારા કરવામાં આવ્યા હતા. આ તમામ લોકોએ પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ગુડગાંવમાં મદદ માગી, તરત પહોંચી પોલીસ
આ જ રીતે ગુડગાંવમાં રહીને અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ મદદ માટે માગણી કરી કે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં વિરોધ પ્રદર્શનની તૈયારી થઈ રહી છે તો તાત્કાલીક ધોરણે મદદગાર હેલ્પલાઇન દ્વારા સ્થાનિક અધિકારીઓને અલર્ટ કરવામાં આવ્યા અને થોડીક જ વારમાં પોલીસ અને સ્થાનિક પ્રશાસનિક અધિકારીઓ આ કાશ્મીરી વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા અને તેમને સુરક્ષાની સંપૂર્ણ ખાતરી આપી હતી.