ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ કોરોના મહામારી અને તાઉ-તે વાવાઝોડામાં અસરગ્રસ્ત 600 પરિવાર માટે એક મહિનો ચાલે તેવી રાશન કીટ તૈયાર કરી, વિતરણ શરૂ કર્યું
હાલ કોરોના મહામારી અને તાઉ-તે વાવાઝોડાએ અનેક પરિવારને અસર પહોંચાડી છે. આવા પરિવારો માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ મદદ કરવાની અપીલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. રિવાબાએ આવા 600 પરિવાર માટે એક મહિનો ચાલે તેવી રાશન કીટ તૈયાર કરી છે. જેમાં 200 પરિવારને રાશન કીટ અપાય ચૂકી છે અને બીજા પરિવારોમાં રાશન કીટનું વિતરણ ચાલુ છે.
રિવાબાએ વીડિયોમાં જણાવ્યું હતું કે કોરોના અને વાવાઝોડાની બંને કપરી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યાં છીએ. ત્યારે આપણે સાથે મળીને એકબીજાને સહયોગ આપી આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ. આ પરિસ્થિતિમાં ઘણા એવા પરિવારો છે કે તેઓ રોજ-બરોજનું કમાયને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આ લોકડાઉનની પરિસ્થિતિમાં તેમના માટે આ શક્ય બનતું નથી. આ લોકોનું ગુજરાન ચલાવી શકાય તેના માટે આપણા તરફથી નાનામાં નાનો સહયોગ પણ મહત્વનો સાબિત થશે.
રિવાબાએ વધુમાં જણાવ્યું હતું કે, હું મારા માધ્યમથી 600 પરિવાર એવા છે કે, રોજ બરોજનું કમાયને ગુજરાન ચલાવે છે. તેમના માટે એક મહિનો ચાલે તેવી રાશનની કીટ તૈયાર કરીને તેમનું વિતરણ હું કરાવું છું. 600 પરિવાર કે જે આ મહામારીમાં ક્યાંકને ક્યાંર અસર પામ્યો છે. આવા પરિવારને હું મારા તરફથી બને તેટલી સહાય કરવા જઈ રહી છું. તમારી આસપાસ કોઇ આવો પરિવાર હોય તો તેને મદદ કરશો તો તેમના માટે આ મદદ કિંમતી સાબિત થશે. આપણા તરફથી આ પરિસ્થિતિમાં કંઇકને કંઇક મદદ કરીએ.
200 પરિવારમાં કીટ વિતરણ થઈ ગયું.
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાથી હજારો પક્ષીઓનાં મોત, અંતિમવિધિ કરાઇ
જસદણના આટકોટ ગામના જીવદયા પ્રેમીઓને મદદ માટે પહોંચે તે પૂર્વે 50થી વધુ બગલાના મોત નીપજ્યા હતા. જ્યારે જેતપુરમાં સરદાર ગાર્ડનમાં વૃક્ષમાં રહેતા 100થી વધુ પક્ષીઓના મોત નિપજ્યા હતા. ગોંડલના દેરડી (કુંભાજી) ગામે વાવાઝોડા અને વરસાદના પગલે વૃક્ષ પર વસવાટ કરતા ચકલી, બગલા અને કબુતર સહિતના પક્ષીઓના મોત થયા હતા. મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયા બાદ જીવદયાપ્રેમીઓએ અંતિમવિધિ કરી હતી અને અનેક પક્ષીઓના રેસ્ક્યૂ પણ કરાયા હતા.
જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા કહેવામાં આવતું હતું કે, હાલત સ્થિર છે કોઈ તકલીફ પડી નથી, ત્યારે ફરી આ અંગે બુધવારે કચેરીનો સંપર્ક કરતા નુકસાનીનો નવો જ આંક સામે આવ્યો હતો, જેમાં જિલ્લમાં 69 કાચા મકાનોને નુકસાની પહોંચી હોવાનું કહેવામાં આવ્યું, સાથોસાથ આ આફતના પગલે 3 પાકા મકાન અને 6 સરકારી મકાનને ઘણું નુકસાન પહોંચ્યું છે. જેનું સમારકામ ફરી શરૂ કરવામાં આવશે. જ્યારે બે લોકોને ઈજા પહોંચી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..