માંડવીના ગૌભક્તે 15 વર્ષથી ગાયનું દૂધ ક્યારેય વેચ્યું નથી

વર્તમાન સમયે દેશમાં ગાયોના નામે રાજકરણ રમાઇ રહ્યું છે તેની વિપરીત માંડવીના એક ગૌભક્ત પરિવારે છેલ્લા દોઢ દાયકાથી પોતાની 30થી વધુ ગાયોનું દૂધ બજારમાં ક્યારેય વેંચ્યું નથી. ગાયોના નામ પણ સીતા, રાધા, બંસરી, ગોપી જેવાં રાખીને અનેરી ધાર્મિકતા દર્શાવતા કુટુંબે ગઇ કાલે પહેલી જૂને ઉજવાયેલા રાષ્ટ્રીય દૂધ દિન નિમિત્તે પરોક્ષ રીતે અનોખું યોગદાન આપ્યું છે.

રૂકમાવતી પૂલ પાસે પોતાની માલીકીની કરોડોની જમીન ધરાવતા મગનલાલ સંઘવીએ દોઢ દાયકા પહેલાં પાંચ ગાયો વેંચાતી લઇને આ સેવા યજ્ઞ આદર્યો હતો. આજે તેમની પાસે 30થી વધુ ગાયો છે જેનું દૈનિક 30 લિટર જેટલું દૂધ મળે છે પણ તેને બજારમાં વેંચતા નથી.

પરિવારના રાહુલ અને ભવ્યે કહ્યું હતું કે, ગાયોને લીલો ચારો અને પૌષ્ટિક ખાણદાણ આપવાની સાથે નિયમિત રીતે પશુ ચિકિત્સક પાસે નિદાન કરાવાય છે. મહાસતી પ્રભાવતીબાઇ અને પારંગત મુનિ મ.સા.ની પ્રેરણાથી ગાયોની સેવા સાથે દુ:ખ દૂર થાય તેવા ભાવથી આ લાભ મળ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

શિવાલય અને જિનાલયમાં દુગ્ધાભિષેક કરાય છે

શ્રવાણ માસમાં માંડવીના 108 શિવાલયોમાં તેમજ દૈનિક જિનાલયમાં ગાયોના દૂધનો અભિષેક કરીને સુખી થયા છીએ તેમ પરિવારના મોભીએ જણાવ્યું હતું.

વધેલા દૂધની છાશ નિ:શુલ્ક અપાય છે

દૂધનીદૈનિક ધાર્મિક ખપતમાં જો વધારો થાય તો તેની છાશ બનાવીને જરૂરતમંદ લોકોને નિ:શુલ્ક આપીને આંતરડી ઠારવાનો પ્રયાસ કરાય છે. આમ દૂધની ક્યારેય કોઇ પાસે કિંમત લેવાઇ નથી.

માંડવીના ગૌભક્ત પરિવારે છેલ્લા દોઢ દાયકાથી પોતાની 30થી વધુ ગાયોનું દૂધ બજારમાં ક્યારેય વેચ્યું નથી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો