દુનિયાનું સૌથી મોટું વેક્સીન ટ્રાયલ શરૂ થયું, યુરોપ અને અમેરિકામાં સેંકડો કોરોનાના દર્દીઓને અપાશે ‘ChAdOx1nCoV-19’ વેક્સીન
કોરોના વાયરસના કહેર સામે લડી રહેલી દુનિયાને છૂટકારો અપાવવા માટે આજથી બ્રિટનમાં દુનિયાનું સૌથી મોટું ડ્રગ ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યું છે. બ્રિટનમાં ઝડપથી શરૂ થઈ રહેલા આ ટ્રાયલ પર દુનિયાભરની નજર ટકી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન ‘ChAdOx1nCoV-19’થી આગામી કેટલાક અઠવાડિયામાં ચમત્કાર થઈ શકે છે. આવો જાણીએ શું છે આ વેક્સીન…
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
દુનિયાનું સૌથી મોટું ડ્રગ ટ્રાયલ
બ્રિટનમાં 165 હોસ્પિટલોમાં લગભગ 5 હજાર દર્દીઓનું 1 મહિના સુધી અને આવી જ રીતે યુરોપ અને અમેરિકામાં સેંકડો લોકો પર આ વેક્સીનનું પરીક્ષણ શરૂ કરાશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઈન્ફેક્શન ડિસીઝ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર પીટર હોર્બી કહે છે, ‘આ દુનિયાનું સૌથી મોટું ટ્રાયલ છે.’ પ્રોફેસર હોર્બી પહેલા ઈબોલાની દવાના ટ્રાયલનું નેતૃત્વ કરી ચૂક્યા છે. બીજી તરફ બ્રિટનના હેલ્થ મીનિસ્ટર મેટ હેનકોકે કહ્યું કે, બે વેક્સીન આ સમયે સૌથી આગળ છે. એક ઓક્સફર્ડ અને બીજી ઈમ્પીરિયલ કોલેજમાં તૈયાર થઈ રહી છે. હેનકોકે જણાવ્યું, હું કહી શકું છું કે ગુરુવારે ઓક્સફર્ડ પ્રોજેક્ટની વેક્સીનનું લોકો પર ટ્રાયલ કરાશે. સામાન્ય રીતે અહીં પહોંચવા માટે વર્ષો લાગી જાય છે અને અત્યાર સુધી જે કામ કરાયું છે મને તેના પર ગર્વ છે.
જૂનમાં આવી શકે વેક્સીનનું રિઝલ્ટ
પ્રોફેસર હોર્બી કહે છે કે, અમને અનુમાન છે કે જૂનમાં કોઈપણ સમયે પરિણામ આવી શકે છે. જો આ સ્પષ્ટ થાય છે કે વેક્સીનથી લાભ થાય છે તો તેનો જવાબ જલ્દી મળી જશે. જોકે હોર્બી ચેતવણી પણ આપે છે કે કોવિડ-19 મામલે કોઈ ‘જાદૂ’ થઈ શકે તેમ નથી. હકીકતમાં ઈંગ્લેન્ડમાં 21 નવા રિસર્ચ પ્રોજેક્ટ શરૂ કરી દેવાયા છે. આ માટે ઈંગ્લેન્ડની સરકારે 1.4 કરોડ પાઉન્ડની રકમ ઉપલબ્ધ કરાવી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં 10 લાખ વેક્સીનની ડોઝ બનાવવાની તૈયારી ચાલી રહી છે.
યુવાઓ પર વેક્સીનનું પહેલા પરિક્ષણ
ઓક્સફર્ડની વેક્સીનનું સૌથી પહેલા પરિક્ષણ યુવાઓ પર કરવામાં આવશે. જો આ સફળ રહ્યું તો તેને અન્ય ઉંમરના લોકો પર પરિક્ષણ કરી શકાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જેનર ઈન્સ્ટીટ્યુટના પ્રોફેસર આડ્રિયાન હિલ કહે છે, અમે કોઈપણ કિંમતે સપ્ટેમ્બર સુધીમાં 10 લાખ ડોઝ તૈયાર કરવા ઈચ્છીએ છીએ. એકવાર વેક્સીનની ક્ષમતાની જાણ થાય તો તેને વધારવા પર બાદમાં કામ થશે. આ સ્પષ્ટ છે કે સમગ્ર દુનિયાને કરોડો ડોઝની જરૂર પડશે. ત્યારે જ આ મહામારીનો અંત થશે અને લોકડાઉનથી મુક્તિ મળશે. કોરોના વાયરસને ખતમ કરવા માટે વેક્સીન જ સૌથી સારો ઉપાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગથી માત્ર બચી શકાય છે.
70 કંપનીઓ અને રિસર્ચ ટીમ બનાવી રહી છે વેક્સીન
જેનર ઈન્સ્ટીટ્યુટ મુજબ બે મહિનામાં ખબર પડી જશે કે વેક્સીન કેટલું કામ કરી શકે છે. કોઈ વેક્સીને તૈયાર કરવાનો પ્રોટોકોલ 12થી 18 મહિનાનો હોય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઈડલાઈન પર આમ જ કહે છે. બીજી તરફ બ્રિટનના ચીફ મેડિકલ એડવાઈઝર ક્રિસ વિહ્ટી કહે છે, અમારા દેશમાં દુનિયાના જાણીતા વૈજ્ઞાનિક છે, પરંતુ અમારે સમગ્ર ડેવલપમેન્ટ પ્રોસેસને ધ્યાનમાં રાખવાની છે. તેને ઓછી કરી શકાય છે. ટાસ્ક ફોર્સ તેના પર કામ કરી રહી છે. અમે માત્ર એટલું જ બતાવવા ઈચ્છીએ છીએ કે જલ્દીથી જલ્દી કોવિડ-19ની સારવાર માટે વેક્સીન તૈયાર થઈ જાય. સમગ્ર દુનિયામાં 70થી વધારે કંપનીઓ અને રિસર્ચ ટીમ કોરોના વાયરસની વેક્સીન બનાવવા માટે કામ કરી રહી છે.
ઓક્સફર્ડની વેક્સીન પહેલા ડોઝમાં બચાવશે અસર!
ઓક્સફર્ડની ટીમના સદસ્યએ જણાવ્યું કે, વેક્સીન બનાવવા માટે સૌથી સચોટ રીતનો ઉપયોગ કરાયો છે. આ વેક્સીન પહેલા જ ડોઝમાં દર્દીની રોગપ્રતિકારક ક્ષમતા વિકસિત કરે છે. આ વેક્સીનની રિસર્ચનું નેતૃત્વ કરી રહેલા પ્રોફેસર સારાહ ગિલબર્ટ કહે છે, તે લોકો એક સંભવિત સંક્રામક બીમારી પર કામ કરી રહ્યા હતા. તેનાથી તેમને કોવિડ-19 પર ઝડપથી કામ કરવામાં મદદ મળી. તેમણે કહ્યું કે, તેમની ટીમ એક અન્ય કોરોના વાયરસ વેક્સીન પર કામ કરી રહી હતી. આ કારણે કોવિડ-19ની વેક્સીન બનાવવાનું કામ જલ્દી થયું. હાલની વેક્સીનમાં ChAdOx ટેકનિકનો ઉપયોગ કરાયો છે. આ ટેકનિકથી અન્ય બીમારીમાં સારવાર કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..