રાજકોટ: આ ભાઈઓ અને બહેને લાખો રૂપિયાનો પગાર છોડી શરૂ કર્યું આધુનિક ડેરી ફાર્મ
2017માં ડો. શ્યામા ગોંડલિયાએ જ્યારે ડેન્ટલની ચાલી રહેલી પ્રેક્ટિસને છોડી અને તેના ભાઈઓ એ સારી આવી કોર્પોરેટ જોબ છોડી ડેરી ફાર્મ શરૂ કરવાની વાત કરી ત્યારે તેમના માતા-પિતાએ પહેલો સવાલ એ પૂછ્યો હતો કે શું તમે ગાયનું છાણ પણ સાફ કરી શકશો?
અજય પટેલ IIM(MBA) પાસ આઉટ થયો છે અને તેણે પણ ડેરી ફાર્મ શરૂ કરવા માટે પ્રતિ વર્ષ 18 લાખ રૂપિયાનો પગાર આપતી કોર્પોરેટ નોકરી છોડી દીધી હતી અને ડેરી ફાર્મમાં માર્કેટિંગ ડિપાર્ટેમનેટ સાંભળે છે. મોહિત ગોંડલીયા મિકેનિકલ એન્જિનિયર છે અને ભારતના સૌથી મોટા કોર્પોરેટ હાઉસની નોકરી છોડી દઈ, ડેરી ફાર્મ માં ઓપેરશન સાંભળે છે. પ્રશાંત પટેલ જેને લન્ડન માં પોતાની સોફ્ટવેર ફર્મ છે અને સાથે – સાથે ડેરી ફાર્મમાં ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ સાંભળે છે, બધા ને એકદમ વિરુદ્ધ પ્રકારની કરિયરમાં જવામાં ઘણી મુશ્કેલીઓ નડી હતી.
IIMમાંથી માર્કેટિંગનો અભ્યાસ કરી ચૂકેલા 31 વર્ષના અજયે કહ્યું કે, ‘મારા પરિવારને સામાજિક ચિંતા હતી, તેમને લાગતું હતું કે પશુપાલન માત્ર ગ્રામીણ લોકો જ કરી શકે’. છ મહિનાથી તેઓ પોતાની ઓમિલ્ક બ્રાન્ડના નામ હેઠળ દૂધ વેચે છે, તેમના દૂધ ની ૪ ખાસ વાત એ છે કે ૧૦૦% A2 દૂધ, ઓર્ગનિક, નેચરલ અને અર્હિનશક છે અને પસંદ કરાયેલા ગ્રાહકોને ૧૫૦ ના ભાવે રોજનું 125થી 150 લીટર દૂધ અને ઘી પણ વેચે છે.
તેમણે ગોંડલ, જુનાગઢ અને ભાવનગરથી 25 ગાયો ખરીદી હતી જ્યારે પોરબંદરથી એક ધણખૂંટ ખરીદ્યો હતો. ‘લેબોરેટરીમાં એ જોવા મળ્યું હતું કે ગાયોએ A2 ગુણવત્તા આપી હતી જે સૌથી સ્વસ્થ માનવામાં આવે છે’. એક છત નીચે 11 તાજી જન્મેલી વાછરડી, 12 વાછરડાં અને 25 દૂધ આપતી ગાયો રહે છે. તેમાંથી એક પણ ગાયને બાંધવામાં આવી નથી, તેઓ આ જમીનમાં છૂટથી હરી-ફરી શકે છે.
અલગ-અલગ ફિલ્ડમાંથી આવતા હોવા છતાં ચારેયે ડેરી ફાર્મ ખોલવાના નિર્ણય પર અડગ હતા, તેમને લાગતું હતું કે જો અનુભવી ગ્રામીણ પશુપાલકોની મદદ લેવામાં આવે તો ગ્રામીણ અર્થવ્યવસ્થાને લાભ થઈ શકે છે. હાલ તેમની પાસે રાજકોટથી 15 કિમી દૂર આવેલા કણકોટ ગામમાં 14 એકર જમીનમાં પાત્રાલેયું ડેરી ફાર્મ છે, જ્યાં તેમની પાસે 25 જેટલી ગાય છે, જે રોજનું 150 લિટર દૂધ આપે છે.