અમદાવાદની સ્વરૂપવાન પરિણીતાને FB પર થયો પ્રેમ, પ્રેમીએ અનેકવાર બળાત્કાર ગુજાર્યો, આપઘાત કરવા રિવરફ્રન્ટ પહોંચી, આખરે પતિએ જ બચાવી

ફેસબુક પરથી એક યુવક સાથે મિત્રતા (Facebook friend cheated) કરી તેની સાથે સબંધ બાંધવો પરિણીતાને (married woman) ભારે પડ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીએ મહિલાનો વિશ્વાસ કેળવી પ્રેમજાળમાં ફસાવી પહેલા રાજસ્થાન અજમેર ખાતે શારીરિક સબંધ બાંધ્યો. ત્યાર પછી મહિલાને બદનામ કરવાની ધમકી આપી ટુકડે ટુકડે આશરે અઢી લાખ રૂપિયા લઈ આરોપીએ તેના અમદાવાદમાં ત્રણ દરવાજા પાસે આવેલા પટવા શેરીમાં મકાન ખાતે વારંવાર લઇ જઇ બળાત્કાર (molestation) ગુજાર્યો હતો. પરિણીતાએ આ અંગે ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

ફતેહવાડીમાં રહેતી 31 વર્ષીય મહિલા તેના પરીવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેનો પતિ રીક્ષા લે-વેચનો ધંધો કરે છે અને સંતાનમાં 11 વર્ષની એક દીકરી છે. આશરે છ મહિના પહેલા યુવતીના ફેસબુક ઉપર એન.કે.પઠાણના નામથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવતા ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારી લીધી હતી. ત્યાર પછી એફ.બી.પર આશરે આઠથી દસ દિવસ આ વ્યક્તિ સાથે યુવતીને વાતચીત થઈ અને બંનેનો એક બીજાનો પરિચય આપ્યો હતો. જેમાં આ એન.કે.પઠાણનુ નામ નશરૂખાન તાજખાન પઠાણ (રહે.તાજ રેસીડન્સી રોયલ અકબર ટાવરની પાછળ, જુહાપુરા) હોવાનુ જાણવા મળ્યું હતું.

આ પછી યુવતીને વિશ્વાસ બેસતા એક બીજાના મોબાઇલ ફોન નંબરની આપ-લે કરી હતી. ત્યાર પછી બંને ફોનથી વાતચીત કરવા લાગ્યા હતા. ત્યાર પછી આશરે વીસ પચીસ દિવસ પછી યુવતી તથા નશરૂખાન પઠાણ બન્ને તેની ગાડીમાં સરખેજથી દાતાર ઉંઝા ખાતે પ્રથમ વાર ગયા હતા. ત્યાર પછી આશરે પંદર દિવસ પછી યુવતી તથા નશરૂખાન પઠાણ બન્ને શાહિબાગ ખાતેથી રાત્રીના ટ્રાવેલ્સમાં અજમેર દરગાહ ખાતે ગયા હતા. ત્યાં સવારે પહોંચેલા અને ત્યાં ગેસ્ટ હાઉસમાં રોકાયેલા. જે ગેસ્ટ હાઉસમાં બન્નેએ પહેલીવાર શારિરીક સબંધ બાંધ્યો હતો.

ત્યાર પછી રાત્રીના અજમેરથી નિકળી પરત અમદાવાદ આવી ગયા હતા. ત્યાર પછી આશરે પંદર દિવસ પછી યુવતી અને આ યુવક બન્ને અમદાવાદથી ઓટો રીક્ષામાં મહેમદાબાદ ખાતે ફરવા ગયા અને ત્યાર પછી આશરે પંદર વીસ દિવસ પછી ફરીથી દાતાર ઉંઝા ખાતે ફરવા ગયા હતા. ત્યાર પછી આ નશરૂખાન પઠાણ યુવતી પર હક્ક જમાવવા લાગ્યો હતો. જેથી યુવતીએ આ નશરૂખાન પઠાણ સાથે વાતચીત કરવાની ઓછી કરી દીધી હતી. જેથી નશરૂ ખાન યુવતીને કહ્યુ હતુ કે, હવેથી હું તારી ઉપર શક વહેમ નહિ કરૂ મને માફ કરી દે. જેથી યુવતી ફરીથી તેના વિશ્વાસમાં આવી ગઇ હતી અને ફરીથી વાતચીત કરવા લાગી હતી.

ત્યાર બાદ તે બન્ને આબુ રોડ ખાતે ગયા જયાં હોટલમાં બન્ને રાત્રી રોકાણ કર્યુ હતુ. જે બાદ શારીરિક સબંધ બાંધ્યો હતો. જયાંથી સવારના અમદાવાદ ખાતે આવવા નિકળી ગયા હતા ત્યાર પછી ફરીથી આ નશરૂખાન પઠાણ યુવતીને માનસિક ટોર્ચર કરવા લાગ્યો કે, તું કોની જોડે ઓનલાઇન છે? તું કોની સાથે વાત કરે છે? વગેરે કહીને યુવતીને હેરાન પરેશાન કરવા લાગ્યો હતો. જેથી યુવતી આ નશરૂખાન પઠાણથી કંટાળી ગઈ અને સિમકાર્ડ બંધ કરી દીધું હતું. ત્યાર પછી તેણે તેના મિત્રો મારફ્તે વારંવાર કહેવડાવતો કે, તેણી નશરૂખાન પઠાણ સાથે એક વાર વાત કરે. જેથી યુવતીએ નવા ખરીદેલા મોબાઇલ નંબરથી આ નશરૂખાન તાજખાન પઠાણ સાથે વાત કરી હતી. જેથી તેણીનો નવો નંબર તેની પાસે જતો રહ્યો હતો.

ત્યાર પછી આશરે ત્રણ મહિના પહેલા આ નશરૂખાન તાજખાન પઠાણ ધમકી આપવા લાગ્યો હતો કે, આપણે જયાં જયાં ગયા છીએ ત્યાં જે ખર્ચ થયો છે તે ખર્ચાના રૂપિયા મને આપી દે અને જો તું મારી સાથે શારીરિક સબંધ નહિં રાખે તો હું તારા પતિને આપણા શારીરિક સબંધની વાત કરી દઇશ. જેથી યુવતીના પતિને બન્ને વચ્ચેના સબંધની ખબર ન પડી જાય તે સારૂ નશરૂખાન તાજખાન પઠાણ કહે તેમ કરવા લાગી હતી. નશરૂખાન તાજખાન પઠાણ તેના અમદાવાદ ત્રણ દરવાજા પાસે આવેલા પટવા શેરીમાં આવેલા મકાન ખાતે લઇ ગયો હતો. જયાં યુવતીની મરજી વિરૂધ્ધ શારીરિક સબંધ બાંધ્યો હતો.

આ પછી દર ચાર-પાંચ દિવસે તેના પટવા શેરી ખાતેના ઘરે લઇ જઇને ધાક ધમકી આપી બળ જબરીથી શારીરિક સબંધ બાંધતો હતો. જેથી યુવતી તેની ધમકીને વસ થઇને પતિ કે ઘરનાને અફેરની ખબર ન પડે તે સારૂ મુંગા મોઢે સહન કરવા લાગી અને છેલ્લે આશરે એક મહિના પહેલા પટવા શેરી ખાતે આવેલ તેના મકાને લઇ જઇને યુવતી સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો. જેથી યુવતીએ તેનાથી કંટાળીને મોબાઇલ ફોન બંધ કરી દીધો. જેથી આ નશરૂખાન તાજખાન પઠાણ યુવતીના ઘરની આજુબાજુમાં આંટાફેરા મારવા લાગ્યો હતો અને હું કયાં જવુ છું કોને મળુ છું તેની ખબર રાખવા લાગ્યો હતો.

ત્યાર પછી થોડા દિવસ પહેલા નશરૂખાન તાજખાન પઠાણ યુવતીના ફલેટ આગળ આવીને કહેવા લાગ્યો હતો કે, તું પૈસા આપ જેથી યુવતીએ તેને કહ્યુ હતુ કે, હાલ મારી પાસે પૈસા નથી. જેથી તેણે મને મારા પતિને બોલાવવાનુ કહેતા યુવતી તેનાથી એટલી બધી કંટાળી ગયેલ હતી કે, તેણે પોતે જ તેના પતિને ફોન કરીને બોલાવી લીધો અને તેના પ્રેમ પ્રકરણની જાણ કરી દીધી હતી.

બાદમાં ત્યાંથી ઓટો રીક્ષા કરીને યુવતી રીવરફ્રન્ટ ખાતે આત્મ હત્યા કરવા સારૂ ગયેલ જયાં રીક્ષા વાળાને મોબાઇલ ફોન આપી દીધો હતો પરંતુ ત્યારે થોડે દુર જતા યુવતી અચાનક બેભાન થઇ ગઇ હતી. ત્યાર પછી તે જયારે ભાનમાં આવી ત્યારે પતિ તથા પતિના મિત્રો આવી ગયા હતા. ત્યાર પછી તેને સમજાવીને ઘરે પરત લાવી હતી અને પતિ-પત્નીએ આ બાબતે ચર્ચા વિચારણા કર્યા પછી ફરિયાદ કરવાનું નક્કી કરતા યુવતીએ આ અંગે સરખેજમાં બળાત્કાર અને ધમકી આપવાની ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો