રસ્તાનાં કામમાં થાય ભ્રષ્ટાચાર તોય પાછા કહે અડીખમ ગુજરાત, અડતાની સાથે જ ઉખડી જાય છે આખે આખા પોપડાં

રાજ્યમાં ભ્રષ્ટાચારનો ભોગ બનેલા એક એવાં રસ્તાની અહીં વાત કરીશું કે જે સતત બે વખત ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે. જેમાં પહેલી વખત આ રસ્તો સમય કરતા પહેલાં તૂટી ગયો હતો અને જ્યારે કોન્ટ્રાકટરે બીજી વાર રસ્તો બનાવ્યો તો તેમાં પણ લોટ પાણીને લાકડા કર્યા.

રસ્તો ગેરેંટી પીરિયડ પૂર્ણ થાય એ પહેલાં જ તૂટી ગયો
કેમ કે રસ્તાનું કામ જ એવું થયું છે કે સહેજમાં આખે આખા પોપડા ઉખડી જાય. રાજ્યનાં નસવાડી તાલુકાના દુગ્ધા અને તળાવ ગામ વચ્ચે કુલ 10 કિલોમીટરનો રસ્તો બનાવાયો. જો કે, આ રસ્તો ગેરેંટી પીરિયડ પૂર્ણ થાય એ પહેલાં જ રસ્તો તૂટી ગયો. જેથી કોન્ટ્રાકટરને નવો રસ્તો બનાવવાની ફરજ પડી.

પરંતુ કોન્ટ્રાકટરે બીજી વખત તો એવું કામ કર્યું કે બાવાના બેય બગડ્યાં. આ વખતે પણ કોન્ટ્રાકટરે રસ્તાના કામમાં લોટ પાણીને લાકડા કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે પણ રોડની કામગીરી કરવામાં આવતી હોય ત્યારે આર.એન.બી વિભાગના અધિકારીની હાજરી અનિવાર્ય હોય છે પરંતુ રોડની જે કામગીરી થઈ રહી છે તેમાં કોઈ પણ અધિકારીની અહીં હાજરી ન હોતી.

અહીં ફક્ત સુપરવાઈઝરની દેખરેખ હેઠળ જ આ રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે. સરકાર દ્રારા કરોડોનો ખર્ચ કરીને પાકા ડામરવાળા રસ્તા તો બનાવાય છે પરંતુ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની બેદરકારીનાં લીધે કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચારની હદ વટાવી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો