કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયની સલાહ: ગરમ પાણી, હર્બલ ચા-ઉકાળો પીઓ, ચ્યવનપ્રાશ ખાઓ અને પ્રાણાયામ કરો
તાજેતરમાં જ આયુષ મંત્રાલયને શરીરને કોરોના વાઇરસ સામે લડવાની ક્ષમતા વધારવા માટે ચ્યવનપ્રાશ, યોગ, હર્બલ ટી-ઉકાળોઅને ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશને સંબોધન કરતાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી અને આયુષ મંત્રાલયની સલાહનો અમલ કરવા જણાવ્યું હતું. કોરોનાથી શરીરને બચવા માટે આયુષ મંત્રાલયે 4 સલાહ આપી છે.
આયુષ મંત્રાલયની એડવાઇઝરી
- કેટલાક સામાન્ય ઉપાયો જણાવતા મંત્રાલયે દિવસભર ગરમ પાણી પીવાની, દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ યોગાસન કરવાની, પ્રાણાયામ કરવાની અને ધ્યાન કરવાની ભલામણ કરી છે. તેમની એડવાઇઝરી મુજબ, રસોઈ બનાવતી વખતે હળદર, જીરું અને ધાણા જેવા મસાલાનો ઉપયોગ કરવો જોઇએ.
- રોગો સામે લડવાની શરીરની ક્ષમતાને મજબૂત કરવા માટે, સવારે 10 ગ્રામ એટલે કે એક ચમચી ચ્યવનપ્રાશ ખાઓ. ડાયાબિટીસના દર્દીઓ ખાંડ વગરનું ચ્યવનપ્રાશ લઈ શકે છે. સવારે અને સાંજે નાકમાં તેલ, નાળિયેર તેલ અથવા ઘી લગાવવા જેવા આયુર્વેદિક ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે.
- એડવાઇઝરીમાં દિવસમાં એક કે બે વાર હર્બલ ચા પીવાની અથવા તુલસી, તજ, કાળા મરી, સૂકું આદું અને કિસમિસનો ઉકાળો પીવાની સલાહ આપવામાં આવી છે. 150 મિલી ગરમ દૂધમાં અડધી ચમચી હળદર મેળવીને પણ પી શકાય છે.
- સૂકી ઉધરસ અથવા ગળામાં દુખાવાથી રાહત મેળવવા માટે દિવસમાં એકવાર તાજાં ફુદીનાનાં પાન અથવા અજમા સાથે મિક્સ કરીને ફાકી લો. ખાંસી અથવા ગળામાં દુખાવો હોય તો તમે દિવસમાં બે કે ત્રણ વાર મધ સાથે લવિંગ પાવડર પણ લઈ શકો છો. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પગલાંથી સામાન્ય સૂકી ઉધરસ અને ગળામાં સોજો ઓછો થાય છે. જો તેમ છતાં લક્ષણો દેખાય તો ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
ચ્યવનપ્રાશ ખાવાથી ચેપ લાગવાની શક્યતા નહીંવત થઈ જાય છે
આયુર્વેદ અને નેચરોપથી નિષ્ણાત ડો. કિરણ ગુપ્તાના જણાવ્યા અનુસાર, ઇમ્યૂનિટી વધારવા માટે દરરોજ ગાયના દૂધ સાથે ચ્યવનપ્રાશ ખાવાની સલાહ આપવામાં આવે છે. આમળાં, એલોવેરા (કુંવારપાઠું)કે વ્હીટગ્રાસ (ઘઉંના જવારા)નો રસ પીવો ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદ અનુસાર, ચ્યવનપ્રાશનો ચ્યવન સંહિતામાં ઉલ્લેખ કરાયો છે, જે ચ્યવન ઋષિ દ્વારા રચિત હતી. તે સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. તે પિત્ત અને કફ જેવી તકલીફો દૂર કરે છે. ચ્યવનપ્રાશ તૈયાર કરવા માટે અનેક પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે રોગો સામે લડવાની ક્ષમતા, યાદશક્તિ સારી કરવામાં અને તણાવ દૂર કરવાની ક્ષમતામાં વધારો કરે છે.
ઇમ્યૂનિટી વધારીને બચાવ કરવો સરળ છે
આયુર્વેદમાં કોરોવાઈરસથી થતા કોઈ રોગનો ઉલ્લેખ નથી. પરંતુ ચેપ અને લક્ષણોની સમાનતાના આધારે આ તબીબી પદ્ધતિમાં તેને વાત-શ્લૈષ્મિક તાવ સાથે સરખાવી શકાય છે. આયુર્વેદમાં, કોઈપણ રોગ માટે રોગપ્રતિકારક શક્તિ વધારીને તેને અટકાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જયપુરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના અસોસિએટ પ્રોફેસર ડો. સી. આર. કોરોના વાઇરસથી બચવાના ઉપાયો જણાવી રહ્યા છે.
રોગપ્રતિકારક ક્ષમતા વધારવાના 5 સરળ ઉપાય
- તુલસીનાં 20 પાંદડાને સારી રીતે સાફ કરો અને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળી ગાળી લો. હવે આ પાણીમાં એક ચમચી આદુ પાવડર અને થોડાં તજ પાવડર નાખો. પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળો. તેમાં નવશેકું મધ ઉમેર્યા પછી તેને દિવસમાં બે કે ત્રણ વખત ચાની જેમ પી જવું. જો કે, આ મિશ્રણ તાજું જ બનાવવું.
- 20 તુલસીનાં પાન, આદુનો એક નાનો ટુકડો અને 5 કાળાં મરીને ચામાં ઉકાળો અને તે ચાનું સેવન કરો. સવાર-સાંજ તેનું સેવન કરી શકાય છે. બે વખત આ ચા પીવા વચ્ચે 10થી 12 કલાકનું અંતર રાખો.
- દરરોજ સ્નાન કર્યા પછી નાકમાં સરસવનું તેલ અથવા તેલનાં એક-બે ટીપાં નાખો. જો તમે કોઈ સાર્વજનિક સ્થળે જઈ રહ્યા હો તો ઘરેથી નીકળતા પહેલાં આ ઉપાય ચોક્કસપણે અજમાવો. અલબત્ત, હાલના તબક્કે અત્યંત જરૂરી કામ સિવાય કોઈ સાર્વજનિક સ્થળે ન જવું.
- કપૂર, એલચી અને જાયફળનું મિશ્રણ બનાવો અને તેને રૂમાલમાં રાખો અને સમયાંતરે સૂંઘતા રહો.
- દેશી ઘીમાં લવિંગ અને બહેડાને પલાળીને રાખો. તેને સમયાંતરે મોંઢામાં રાખીને ચૂસતા રહો.
શું કરવું અને શું ન કરવું?
- હંમેશાં નવશેકું પાણી અને તાજા હારનું જ સેવન કરો.
- ખોરાકમાં મગ, દાળ, મઠ વગેરે જેવી દાળનો ઉપયોગ કરો.
- મોસમી અને તાજાં ફળ અને શાકભાજીનો ઉપયોગ કરો.
- ખોરાકમાં આદું, કાળાં મરી, તુલસી, એલચી, મધ વગેરેનો નિયમિત ઉપયોગ કરવો.
- ઠંડીથી બચો, હવામાનની જરૂરિયાત મુજબ કપડાં પહેરો.
- આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ઠંડું પાણી અને ઠંડા જ્યૂસનું સેવન ન કરો.
- વધારે ચીકણો અથવા તળેલો ખોરાક ખાવાનું ટાળો. કાચાં અને અધકચરાં પકવેલાં માંસાહારી ભોજન કરવાનું ટાળવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..