આજે અમદાવાદમાં 23 અને આણંદમાં 3 નવા કેસ સાથે કુલ દર્દી 493 થયા, આ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત
રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. શનિવારે સાંજ સુધીમાં નવા 90 કેસના ઉછાળા સાથે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 468 પર પહોંચી હતી. ત્યાર બાદ આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 23 અને આણંદમાં 2કેસ સામે આવ્યા છે. આમ અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નોંધાયો નથી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દી 493 થયા છે. જ્યારે આજે 75 વર્ષના પુરુષનું અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં મોત થયું છે. તેઓ હાયપર ટેન્શનના દર્દી હતા.
આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 23 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 493 દર્દીમાંથી 23ના મોત થયા છે. જ્યારે 422ની હાલત સ્થિર અને 4 દર્દી વેન્ટીલેટર પર છે. 24 કલાક દરમિયાન 2663ના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 61 પોઝિટિવ અને 2486 નેગેટિવ આવ્યા છે જ્યારે 116 રિપોર્ટ પેન્ડીગ છે. તેમ અત્યાર સુધીમાં 10994 ટેસ્ટ કર્યાં, 493 પોઝિટિવ, 10397 અને 116 પેન્ડીગ છે.
23 નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના 266 દર્દી
અમદાવાદના નવા 23 કેસ જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર વિસ્તારમાં નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ 266 કોરોનાના દર્દી થઈ ગયા છે.
12 APRIL 2020, 11 AM સુધીની અપડેટ | |||
જિલ્લો | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
Ahmedabad | 266 | 11 | 11 |
Amreli | 0 | 0 | 0 |
Anand | 7 | 0 | 0 |
Aravalli | 0 | 0 | 0 |
Banaskantha | 0 | 0 | 0 |
Bharuch | 8 | 0 | 0 |
Bhavnagar | 23 | 4 | 2 |
Botad | 0 | 0 | 0 |
Chhota Udaipur | 3 | 0 | 0 |
Dahod | 1 | 0 | 0 |
Dang | 0 | 0 | 0 |
Devbhoomi Dwarka | 0 | 0 | 0 |
Gandhinagar | 15 | 7 | 1 |
Gir Somnath | 2 | 0 | 0 |
Jamnagar | 1 | 0 | 1 |
Junagadh | 0 | 0 | 0 |
Kutch | 4 | 0 | 0 |
Kheda | 0 | 0 | 0 |
Mahisagar | 0 | 0 | 0 |
Mehsana | 2 | 0 | 0 |
Morbi | 1 | 0 | 0 |
Narmada | 0 | 0 | 0 |
Navsari | 0 | 0 | 0 |
Panchmahal | 1 | 0 | 1 |
Patan | 14 | 0 | 1 |
Porbandar | 3 | 3 | 0 |
Rajkot | 18 | 5 | 0 |
Sabarkantha | 1 | 0 | 0 |
Surat | 28 | 7 | 4 |
Surendranagar | 0 | 0 | 0 |
Tapi | 0 | 0 | 0 |
Vadodara | 95 | 7 | 2 |
Valsad | 0 | 0 | 0 |
TOTAL | 493 | 44 | 23 |
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..