કોરોના સામેની જંગમાં લડી રહેલાં અમદાવાદના ડેપ્યુટી મામલતદારનું થયું મૃત્યુ, કલેક્ટરે ટ્વીટ કરી માહિતી આપી
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 10,000ને વટાવી ગયો છે. દરમિયાન કોરોના વાયરસની જંગમાં લડી રહેલાં અમદાવાદમાં ડેપ્યુટી મામલતદારનું મોત થયું છે. અમદાવાદના ડેપ્યુટી મામલતદારને છેલ્લા 15 દિવસથી કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. દરમિયાન તેમનું મોત થઈ જતા આજે કલેક્ટરે માહિતી આપી છે.
અમદાવાદના કલેક્ટરે ટ્વીટર પર માહિતી આપી કે ‘ કાલે ડેપ્યુટી કલેક્ટર દિનેશ રાવલ કોરોના સામેના જંગમાં મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારને હું સાંત્વના પાઠવું છું. આ અમારા માટે નુકશાન છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 348 પોઝિટિવ કેસ નોંધાયા છે. 16મી મેના રોજ સાંજે 5.00 વાગ્યા સુધી નોંધાયેલા આંકડા મુજબ આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 10,000ને પાર કરી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 10,989 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 19 દર્દીનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 273 દર્દીઓને રજા આપવામાં આવી છે.
Today Mr. Dinesh Rawal, Deputy Mamlatdar, Ahmedabad Collectorate office, passed away in fighting against Corona. It’s a great loss that we can’t fathom. Deepest condolences to his family. May his soul rest in peace! Om Shanti 🙏@CMOGuj @pkumarias #CoronaWarriors
— Ahmedabad Collector (@CollectorAhd) May 17, 2020
નવા 348 કેસમાં અમદાવાદમાં સૌથી વધારે 264 કેસ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 34, વડોદરામાં 19, ગાંધીનગર-ખેડામાં 6-6, ભાવનગરમાં 4, પાટણ-સાબરકાંઠામાં 3-3, મહેસાણા, દાહોદ, વલસાડમાં 2-2, જ્યારે રાજકોટ, પંચમહાલ અને જૂનાગઢમાં 1-1 કેસ નોંધાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..