આત્મનિર્ભર ગુજરાત: પહેલાં ગરીબો લાઈનમાં, હવે વેપારીઓ પણ : 1 લાખની લોન માટે 1 કિ.મી લાંબી લાઈન લાગી
કોરોના સંકટ અને લોકડાઉનના કારણે લોકોને મોટુ આર્થિક નુકસાન થયું છે. ત્યારે આ સ્થિતમાંથી લોકોને ઉગારવા માટે સરકારે આત્મનિર્ભર યોજના જાહેર કરી. જેમાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. આ લોન મેળવવા માટે આજે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેથી રાજ્યના અનેક શહેરોમાં લોકોએ ફોર્મ લેવા માટે લાઈનો લગાવી દીધી હતી. આ ભીડ કોરોનાને વકરાવશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અમદાવાદના બાપુનગરમાં સૌરાષ્ટ્ર બેંકમાં ફોર્મ લેવા માટે લોકોની લાઈનો લાગી હતી. જ્યાં થર્મલ સ્કિનિંગ અને સેનેટાઈઝ કર્યા બાદ ફોર્મ આપવામાં આવ્યા હતા. તો આ તરફ સુરતના વરાછા વિસ્તારમાં કો ઓપરેટિવ બેંક બહાર લોકોની લાઈનો લાગી હતી. બીજી તરફ રાજકોટ અને ગાંધીનગરમાં લોકોએ ફોર્મ લેવા માટે પડાપડી કરી હતી. આ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ છે 1 લાખની લોન 2 ટકા વ્યાજે આપવામાં આવશે.
કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ કરાયું. પણ તેના કારણે સામાન્ય અને ગરીબ લોકોની સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. હવે લોકો પાસે રૂપિયા નથી બચ્યા. તેવામાં સામાન્ય અને નાના વેપારીઓ અને કારીગરો તેમજ રિક્ષા ચાલકો માટે સરકાર આત્મનિર્ભર ગુજરાત યોજના લઈને આવી છે.
અમદાવાદમાં લોકો લોન લેવા ઉમટી પડ્યા
આજથી આત્મનિર્ભર યોજના હેઠળ લોનમાટે સરકાર દ્વારા કો ઓપરેટિવ બેંકમાંથી ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદના બાપુનગરમાં સૌરાષ્ટ્ર બેંકમાં ફોર્મ લેવા સવારથી લોકોએ લાઈન લગાવી હતી. 200થી વધુ લોકોએ લોન માટે ફોર્મ લેવા માટે લાઈન લગાવી હતી. થર્મલ સ્ક્રિનિંગ અને સેનેટાઈઝ કર્યા બાદ જ બેંક દ્વારા ફોર્મ આપવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં 1 લાખની લોન માટે કતાર
રાજકોટમાં આત્મનિર્ભર ફોર્મ માટે લાઇન લાગી હતી. ધી રાજકોટ કોર્મિશયલ કો ઓપરેટિવ બેન્ક બહાર લાગી લાઈન હતી. 1 લાખ સુધીની લોન મેળવવા લોકો ફોર્મ લઇ રહ્યા છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ છે
સુરતમાં લાગી લાઈનો
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આત્મનિર્ભર યોજના હેઠળ લોન લેવા માટે સુરતમાં લાઈન લાગી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કો.ઓપરેટિવ બેંકની બહાર લોકોએ લાઈન લગાવી. સવારથી લોકો લોન માટે ફોર્મમાં લેવા લાઈનમાં લાગ્યા.. સરકાર દ્વારા 2 ટકાએ એક લાખ રૂપિયાની લોનની જાહેરાત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..