ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 861 કેસ નોંધાતા રેકોર્ડ તૂટ્યો, કુલ મૃતાંક 2 હજારને પાર, કુલ દર્દીઓનો આંકડો 39280 થયો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 861 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 39280 પર‬ પહોંચ્યો છે.

આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 429 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 27742 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 15 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2010‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સતત 6 દિવસ 700ને પાર તો 7માં દિવસે 800ને પાર થયા કોરોનાના કેસ

મહત્વનું છે કે, અનલૉક બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ આજે ગુજરાતના સૌથી વધુ કેસ નોંધાયા છે. આજે 861 કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, શનિવારે રાજ્યમાં 712 કેસ નોંધાયા હતા તો રવિવારે 725 કેસ, સોમવારે 735 કેસ, મંગળવારે 778 કેસ, બુધવારે 783 કેસ અને આજે 861 કેસ નોંધાયા છે.

કોરોના વાયરસના કેસની વિગત

09/07/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 162
સુરત 307
વડોદરા 68
ગાંધીનગર 32
ભાવનગર 23
બનાસકાંઠા 18
આણંદ 11
રાજકોટ 20
અરવલ્લી 33
મહેસાણા 17
પંચમહાલ 3
બોટાદ 6
ખેડા 17
પાટણ 5
જામનગર 11
ભરૂચ 19
સાબરકાંઠા 11
ગીર સોમનાથ 9
દાહોદ 13
છોટા ઉદેપુર 4
કચ્છ 5
નર્મદા 1
નવસારી 16
જૂનાગઢ 19
પોરબંદર 1
સુરેન્દ્રનગર 10
મોરબી 4
તાપી 8
અમરેલી 8

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો