ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 480 નવા કેસ નોઁધાયા અને 30 લોકોનાં મોત થતા કુલ મૃત્યુઆંક 1249 અને કુલ કેસ 20097 થયો
લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. તો ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ માહિતી મુજબ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 480 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 20097 થઇ છે. આજે 319 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 13643 દર્દીઓ સ્વસ્થ થયા છે.
અમદાવાદમાં કોરોનાના નવા 318 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 318 કેસ, તો સુરતમાં 64 કેસ કોરોના વાયરસના નોંધાયા છે.
24 કલાકમાં વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત
07/06/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 318 |
સુરત | 64 |
વડોદરા | 35 |
ગાંધીનગર | 19 |
બનાસકાંઠા | 6 |
મહેસાણા | 6 |
પાટણ | 5 |
ખેડા | 4 |
સુરેન્દ્રનગર | 4 |
આણંદ | 3 |
રાજકોટ | 3 |
ભાવનગર | 2 |
ભરૂચ | 2 |
વલસાડ | 2 |
અરવલ્લી | 1 |
દાહોદ | 1 |
કચ્છ | 1 |
નવસારી | 1 |
અમરેલી | 1 |
અન્ય રાજ્ય | 2 |
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. રાજ્યમાં 30 વ્યક્તિઓનાં કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં-૨૧, સુરતમાં – ૦૨, બનાસકાંઠા- ભરૂચ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, કચ્છ અને રાજકોટ ખાતે ૦૧ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧૨૪૯ મૃત્યુ નોંધાયા છે. આ સાથે જ હાલ 67 લોકો વેન્ટિલેટર પર છે તો 5138 લોકો સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..