ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1380 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,20,168 થયો
ગુજરાતમાં કોરોના કેસ (Gujarat Corona Virus Case) સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ (Night curfew) લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા હતા. તેમા આજે ઘટાડો થયો છે અને 1400થી પણ ઓછા કેસ નોંધાયા છે.
ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોની સરખામણીએ આજે થોડો ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1380 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1380 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,20,168એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 14 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4095એ પહોંચ્યો છે. જ્યારે 1568 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 91.56 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 68,868 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 189, સુરત કોર્પોરેશન 191, વડોદરા કોર્પોરેશન 135, રાજકોટ કોર્પોરેશન 89, પાટણ 58, મહેસાણા 54, ગાંધીનગર 44, વડોદરા 42, બનાસકાંઠા 39, રાજકોટ 39, સુરત 31, જામનગર કોર્પોરેશન 30, સુરેન્દ્રનગર 29, ગાંધીનગર કોર્પોરેશન 27, કચ્છ 26, મોરબી 22, ભાવનગર કોર્પોરેશન 21, ખેડા 20, સાબરકાંઠા 19, પંચમહાલ 18, અમદાવાદ 17, અમરેલી 14, ભરૂચ 12, ભાવનગર 11, જુનાગઢ કોર્પોરેશન 11, નર્મદા 11, ગીર સોમનાથ 10, દાહોદ 9, મહીસાગર 9, આણાંદ 8, જુનાગઢ 8, અરવલ્લી 7, જામનગર 7, છોટા ઉદેપુર 5, ડાંગ 5, દેવભૂમિ દ્વારકા 4, પોરબાંદર 4, નવસારી 2, બોટાદ 1, તાપી 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.
કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દિવાળી પછી રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ વધ્યા છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 14 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 9 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 3, અમરેલી 1, રાજકોટ કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 14 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4095એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,01,580 નાગરીકો સાજા થઈ ગયા છે. 4095ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,493 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 81 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,412 સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..