ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1035 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,78,633 થયો
ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસોથી કોરોના વાયરસ (CoronaVirus)ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા તો રાજ્યમાં 900થી પણ ઓછા કેસ આવી રહ્યા હતા. ત્યાં જ હવે છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાયરસનો કહેર વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1035 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1035 Corona Positive Case In Gujarat).
થોડા દિવસો બાદ દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે ગુજરાતી લોકો બજારોમાં ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે. જેના કારણે કોરોના વાયરસે માથુ ઉંચક્યુ છે. જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,78,633એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 4 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3751એ પહોંચ્યો છે. જ્યારે 1321 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.16 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,534 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 160, સુરત કોર્પોરેશન 152, વડોદરા કોર્પોરેશન 76, રાજકોટ કોર્પોરેશન 69, સુરત 58, મહેસાણા 48, રાજકોટ 40, પાટણ 38, વડોદરા 38, બનાસકાંઠા 35, જામનગર કોર્પોરેશન 25, નર્મદા 21, ગાંધીનગર કોર્પોરેશન 20, સાબરકાંઠા 19, મોરબી 16, સુરેન્દ્રનગર 16, અમદાવાદ 15, અમરેલી 15, ભાવનગર કોર્પોરેશન 15, ગાંધીનગર 15, પંચમહાલ 15, કચ્છ 14, જામનગર 13, આણંદ 11, દાહોદ 11, ખેડા 11, ભરૂચ 9, જુનાગઢ 9, ગીર સોમનાથ 8, જુનાગઢ કોર્પોરેશન 8, અરવલ્લી 6, મહીસાગર 6, નવસારી 6, ભાવનગર 4, છોટા ઉદેપુર 3, દેવભૂમિ દ્વારકા 3, તાપી 3, બોટાદ 2, ડાંગ 1, પોરબંદર 1 કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો ઘટ્યો છે. આજે રાજ્યમાં 4 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 1 અને ભરૂચ 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 4 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3751એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,62,846 નાગરીકો સાજા થઈ ગયા છે. 3751ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 12,036 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 69 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 11,967 સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..