ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12,545 કેસો નોંધાયા, 123 લોકોના કોરોનાથી મોત, 13,021 દર્દીઓ સ્વસ્થ થયાં

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થયેલી છે. પેટાચૂંટણી બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો ત્યારબાદ હવે ધીમે-ધીમે કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે,ગઇકાલના ઉછાળા બાદ આજે ફરી ઘટાડો નોંધાયો છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,545 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 123 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે.

છેલ્લા 24 કલાકમાં 123 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 123 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8035 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે, જો કે, આજે ગુજરાતમાં 13,021 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,90,412 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 786 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે.

ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી

કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 482 નવા કેસ નોંધાયા હતા.

અત્યાર સુધીમાં 1,30,30,257 લોકોને અપાઇ રસી

સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,30,30,257 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે.

સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3884 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 73 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1039 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 388 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 638 કેસ, જ્યારે ગ્રામ્યમાં 380 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 526 કેસ અને ગ્રામ્યમાં 170 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો