ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1349 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,16,345 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં ફરી 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ 1349 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,16,345એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 17 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3247એ પહોંચ્યો છે. જ્યારે 1444 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 82.84 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 78,182 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4, સુરત 4, જામનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 1, જામનગર 1, મહીસાગર 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 17 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3247એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 96,709 નાગરીકો સાજા થઈ ગયા છે. 3247ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 16,389 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 96 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 16,293 સ્ટેબલ છે. રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 83.12% પર પહોંચ્યો છે. ત્યારે આજે 1,444 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 215, સુરતમાં 266 જામનગરમાં 125, વડોદરામાં 102 અને રાજકોટમાં 249 દર્દીઓ સ્વસ્થ થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા

15/09/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 172
સુરત 277
વડોદરા 129
ગાંધીનગર 43
ભાવનગર 38
બનાસકાંઠા 24
આણંદ 6
રાજકોટ 141
અરવલ્લી 1
મહેસાણા 49
પંચમહાલ 29
બોટાદ 12
મહીસાગર 19
ખેડા 10
પાટણ 45
જામનગર 123
ભરૂચ 16
સાબરકાંઠા 10
ગીર સોમનાથ 14
દાહોદ 17
છોટા ઉદેપુર 4
કચ્છ 19
નર્મદા 9
દેવભૂમિ દ્વારકા 4
વલસાડ 7
નવસારી 9
જૂનાગઢ 35
પોરબંદર 5
સુરેન્દ્રનગર 18
મોરબી 28
તાપી 4
ડાંગ 2
અમરેલી 30
અન્ય રાજ્ય 0

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો