ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1311 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,03,006 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 39 લાખને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1 લાખને પાર પહોંચી ચુક્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,311 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા કુલ આંકડો 1,03,006 પર પહોંચ્યો છે.

ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,311 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. તો આજે 1,148 દર્દીઓ સાજા થયા છે અને ખાસ વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 81.11% પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16,366 છે. સંક્રમણથી 16 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3094 પર પહોંચ્યો છે.

રાજ્યમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે કોરોનાના ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક મહિનાથી રેપિડ એન્ટીજન કિટનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, ગત 24 કલાકમાં 72,751 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 27,08,120 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આજે મહાનગરો અમદાવાદમાં 167, સુરતમાં 277, રાજકોટમાં 145, વડોદરામાં 119 બાદ સૌથી વધુ જામનગર જિલ્લામાં 111 કેસ નોંધાયા છે.આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ પોરબંદર જિલ્લામાં માત્ર 2 કેસ જ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગતો નીચે મુજબ છે.

05/09/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 167
સુરત 277
વડોદરા 119
ગાંધીનગર 35
ભાવનગર 42
બનાસકાંઠા 32
આણંદ 9
રાજકોટ 145
અરવલ્લી 10
મહેસાણા 18
પંચમહાલ 33
બોટાદ 12
મહીસાગર 8
ખેડા 10
પાટણ 17
જામનગર 111
ભરૂચ 25
સાબરકાંઠા 19
ગીર સોમનાથ 14
દાહોદ 17
છોટા ઉદેપુર 9
કચ્છ 20
નર્મદા 11
દેવભૂમિ દ્વારકા 15
વલસાડ 6
નવસારી 9
જૂનાગઢ 30
પોરબંદર 2
સુરેન્દ્રનગર 20
મોરબી 28
તાપી 13
ડાંગ 0
અમરેલી 28
અન્ય રાજ્ય 0

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો